Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ

દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ

02 August, 2012 06:06 AM IST |

દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ

દેસી ગર્લ સોનાક્ષીને હવે જોઈએ છે સુપરહૉટ ઇમેજ


sonakshi-sexyસોનાક્ષી સિંહાની બન્ને સુપરહિટ ફિલ્મો ‘દબંગ’ અને ‘રાઉડી રાઠોડ’માં તેનો પરંપરાગત વસ્ત્રો પહેરતી દેસી ગર્લનો લુક હતો. જોકે હવે સોનાક્ષીને લોકો આ ઇમેજ ભૂલી જાય એવી સુપરહૉટ ઇમેજ બનાવવી છે. આ નવી ઇમેજ માટે તેણે પડદા પર વેસ્ટર્ન સ્ટાઇલનું ડ્રેસિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને એ માટે સારુંએવું વજન પણ ઉતાર્યું છે. આ મેકઓવરના ભાગરૂપે જ અક્ષયકુમારની હોમ-પ્રોડક્શન ‘ઓહ માય ગૉડ’ના ગોવિંદા-સૉન્ગ માટે તેણે અલગ લુક ટ્રાય કર્યો છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘સોનાક્ષી તેના દેસી ગર્લ જેવા લુકથી બોર થઈ ગઈ છે અને આ કારણે ગોવિંદા-સૉન્ગ માટે તેણે પોતાનો લુક ચેન્જ કરવાની ડિમાન્ડ કરી હતી. આ ગીત માટે ફૅશન-ડિઝાઇનર ઍશ્લી રિબેલોએ અલગ સ્ટાઇલનાં કપડાં અને ઍક્સેસરી ડિઝાઇન કરીને તેને ડિફરન્ટ લુક આપ્યો છે. વળી સોનાક્ષીએ વેસ્ટર્ન ક્લોથ પહેરી શકાય એ માટે હાલમાં સારુંએવું વજન ઉતારીને ફોટોશૂટ પણ કરાવ્યું છે.’



‘ઓહ માય ગૉડ’ના ગોવિંદા-સૉન્ગના પોતાના લુક વિશે વાત કરતાં સોનાક્ષી કહે છે, ‘આ સૉન્ગમાં મેં ટૉર્ન જીન્સ, ચોલી અને શર્ટ તેમ જ મહારાષ્ટ્રિયન નથણી પહેરી છે. આ ગીત રેગ્યુલર આઇટમ-સૉન્ગથી અલગ દેખાય એ માટે અમે જીન્સ સાથે આ લુક પસંદ કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK