Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય-રિતેશ દેશમુખને લઈને બનાવવામાં આવશે હાઉસફુલ 5 : સાજિદ નડિયાદવાલા

અક્ષય-રિતેશ દેશમુખને લઈને બનાવવામાં આવશે હાઉસફુલ 5 : સાજિદ નડિયાદવાલા

03 December, 2019 10:18 AM IST | Mumbai

અક્ષય-રિતેશ દેશમુખને લઈને બનાવવામાં આવશે હાઉસફુલ 5 : સાજિદ નડિયાદવાલા

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ


સાજિદ નડિયાદવાલાએ ‘હાઉસફુલ 5’ બનાવવાની વાતને કન્ફર્મ કરતાં જણાવ્યું છે કે આ ફિલ્મમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખની એન્ટ્રી તો પાક્કી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થવાનું હજી બાકી છે. સાથે જ આ ફિલ્મમાં ‘હાઉસફુલ’ સિરીઝનાં મોટાભાગનાં કલાકારોને પણ સામેલ કરવામાં આવશે એવી ચર્ચા છે. આ સિરીઝમાં દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ, બમન ઇરાની, રણધીર કપૂર, રિશી કપૂર, જૉન એબ્રાહમ, અભિષેક બચ્ચન, જૅકી શ્રોફ અને ચંકી પાન્ડે જેવા ઍક્ટર્સ જોવા મળ્યા હતાં. દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’ લોકોને ખૂબ પસંદ પડી હતી. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ૧૯૪.૩૧ કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘હાઉસફુલ 5’ વિશે જણાવતાં પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘અમે હજી સુધી ‘હાઉસફુલ 5’ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ નથી કર્યું. આશા રાખીએ છીએ કે અમને જલદી જ યોગ્ય સ્ક્રિપ્ટ મળી જશે. ત્યાર બાદ અમે કલાકારો વિશે ચોક્કસ નિર્ણય લઈશું. જોકે હા અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ તો ‘હાઉસફુલ’નાં અગત્યનાં કલાકારો છે અને તેઓ આ ફિલ્મમાં પણ જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 10:18 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK