આશા છે કોવિડની વૅક્સિનની સાઇડ ઇફેક્ટ્સ નહીં હોય: દીપ્તિ નવલ
દીપ્તિ નવલ
દીપ્તિ નવલની ઇચ્છા છે કે કોવિડની વૅક્સિન સાઇડ ઇફેક્ટ્સ વગર આવે. કોરોનાની વૅક્સિન જલદી જ મળવાની છે. જોકે તેમની ઇચ્છા છે કે આ વૅક્સિન સમાજના દરેક વર્ગના લોકોને મળી રહે. એ વિશે દીપ્તિ નવલે કહ્યું હતું કે ‘આશા છે કે જે પણ વૅક્સિન મળે એની કોઈ પણ સાઇડ ઇફેક્ટ્સ ન હોય. સાથે જ એ દરેક લોકોને મળી રહે. એને ખરીદવા માટે સક્ષમ ન હોય એવા લોકોને પણ એ મળી રહે જેથી તેઓ સામાન્ય લાઇફની શરૂઆત કરી શકે. આશા છે કે લોકો ચતુર બને અને દરેકને તક મળે વૅક્સિનની. આખી વાતનો સારાંશ એ છે કે લોકો માણસાઈ દેખાડે અને દુશ્મનાવટ ન દેખાડે. વિશ્વમાં જે મહામારી ફેલાઈ છે એને જોતાં લાગે છે કે લોકો આ મહામારીનો સામનો ચતુરાઈથી, પરિપક્વતાથી કરે. સાથે જ ઇન્સાનિયતની લાગણી એકબીજા પ્રતિ દેખાડે.’