Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Holi 2020: હોળી પર્વે નેહા કક્કરે શૅર કરી મીઠાઈની તસવીર અને ગાયું આ ગીત

Holi 2020: હોળી પર્વે નેહા કક્કરે શૅર કરી મીઠાઈની તસવીર અને ગાયું આ ગીત

10 March, 2020 03:42 PM IST |

Holi 2020: હોળી પર્વે નેહા કક્કરે શૅર કરી મીઠાઈની તસવીર અને ગાયું આ ગીત

નેહા કક્કર

નેહા કક્કર


ફિલ્મ સિંગર નેહા કક્કરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોળી 2020ના અવસર પર ગુજિયાની એક તસવીર પોસ્ટ કરી છે. આ મીઠાઈ એમની માતાએ વિશેષ રૂપથી હોળી માટે બનાવી હતી. બાકી પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એમણે પોતાના મિત્રો સાથે હાલમાં જ રિલીઝ થયેલું ગીત 'મેરે અંગને મેં'ના બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતી તમે જોઈ શકો છો.

guji



સિંગર નેહા કક્કર સોશિયલ નેટવર્કિંગ એપની એક્ટિવ યૂઝર છે. સિંગર નેહા કક્કર હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફૅન્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે. હોળીના તહેવારની સાથે આજે પણ એની જોરદાર શરૂઆત થઈ. નેહાએ પોતાના હોળીના તહેવારની એક ઝલક દેખાડી.



પોતાના ઈન્સ્ટાગ્રામ પર એમણે મીઠાઈની એક તસવીર પોસ્ટ કરી. જે હોળીના અવસર પર બનાવવામાં આવે છે. એમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગુજિયાની તસવીર પોસ્ટ કરી. તસવીરમાં એમણે પોતાની માતા દ્વારા બનાવવામાં આવી છે આ મીઠાઈ એવી વાત કરી છે. એમણે ફોટોમાં લખ્યું છે. 'માં કે હાથ કી ગુઝિયા' એના બાદ એમણે ઈમોજીસ શૅર કરી છે. સાથે જ આ તસવીરને સિંગરે ઋષિકેશમાં પોતાના નવા નિવાસ સ્થાન પર ક્લિક કરી છે. આ શાનદાર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાદ એમણે પોતાના મિત્રો સાથે હાલમાં રિલીઝ થયેલો 'મેરે અંગને મેં ગીતનો વીડિયો પોસ્ટ કર્યો.

આ ગીતમાં જેક્લિન ફર્નાન્ડિસ અને ટીવી રિયાલિટી શૉ બિગ-બૉસ 13ના પહેલા રનર-અપ આસિમ રિયાઝની મહત્વની ભૂમિકા છે. નેહા પોતાના કરિયરની સફળતાનો આનંદ લઈ રહી છે. એ જ રીતે સ્ટાર ગાયકનું અંગત જીવન પણ ચર્ચાનો વિષય બન્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઋષિકેશમાં તેના નવા બંધાયેલા ભવ્ય બંગલાની તસવીર પોસ્ટ કરી છે.

આ પણ વાંચો : Happy Holi 2020: હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિકે પીધી 'ભાંગ', જુઓ વીડિયો

પોતાની એક સુંદર તસવીરને શૅર કરતા એમણે પોતાના જૂના એક રૂમની ઝલક આપી છે. જ્યાં તે પોતાના પરિવારની સાથે બાળપણમાં રહેતી હતી. મેરે અંગનેમાં ગીત બાદ નેહા કક્કરે બિ-બૉસ 13 લવબર્ડ્સ આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાના માટે એક ટ્રેક ગાયું છે, જે 18 માર્ચે રિલીઝ થવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2020 03:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK