Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Holi 2020: હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિકે પીધી 'ભાંગ', જુઓ વીડિયો

Holi 2020: હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિકે પીધી 'ભાંગ', જુઓ વીડિયો

10 March, 2020 02:26 PM IST |

Holi 2020: હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિકે પીધી 'ભાંગ', જુઓ વીડિયો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ


ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે હાલમાં જ મુંબઈમાં હોળી સેલિબ્રેટ કરી અને બન્ને રંગમાં ડૂબી ગયા ત્યારે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ. હોલીની ઉજવણી બાદ પ્રિયંકા અને નિક પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે શહેરથી દૂર વીકેન્ડનો આનંદ માણવા રવાના થયા હતા. આ હોળી પાર્ટીમાં પ્રિયંકા અને નિકે ભાંગ પીને ઘણી ધમાલ-મસ્તી કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) onMar 9, 2020 at 9:29am PDT




એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ધમાલ કરતી નજર આવી રહી છે, ત્યાં એમની સાથે ગર્લ ગેન્ગ પણ સાથે નજર આવી રહી છે અને બધા મ્યૂઝિકનો પણ આનંદ લેતા નજર આવી રહ્યા છે. જ્યારે નિકને પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થની સાથે વાતચીત કરતા જોઈ શકો છો.

 
 
 
View this post on Instagram

#priyankachoprajonas #NickJonas Clicked at airport #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) onMar 9, 2020 at 3:22pm PDT


મુંબઈમાં હોળી ઉજવ્યા બાદ પ્રિયંકા અને નિકને વીતેલી રાતે યૂએસએ પાછા જતા જોઈ શકો છો. પાપારાઝીએ બન્નેને હવાઈ અડ્ડા પર એકબીજાની સાથે હાથમાં હાથ નાખીને ફરતા સ્પૉટ કરતા જોયા છે. મોટી સ્ક્રીન પર પ્રિયંકા ચોપડા છેલ્લે શોનાલી બૉસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિન્ક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં એના સિવાય ફરહાન અખ્તર અને ઝાયરા વસીમની મહત્વની ભૂમિકા હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર અસફળ રહી. હવે પ્રિયંકાને એક ડિજિટલ વેબ સીરીઝમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

આ પણ જુઓ : Gala Awards 2020: જુઓ આ અભિનેત્રીઓનો ગ્લેમરસ અવતાર

નિકે હાલમાં જ જોનસ બ્રધર્સની સાથે પોતાની 'હેપ્પીનેસ બિગિન્સ' ટૂર પૂરી કરી લીધી છે. પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે હિન્દૂ અને ક્રિશ્ચિયન અંદાજમાં લગ્ન કર્યા છે. નિક જોનસ અમેરિકી સિંગર અને અભિનેતા છે. જ્યાં પ્રિયંકાથી ઉંમરમાં 10 વર્ષ મોટા છે. પ્રિયંકા ચોપડાએ હૉલીવુડના કેટલાક પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. પ્રિયંકાના નિક સાથે લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા. આ અવસર પર બૉલીવુડના કેટલાક કલાકારોએ હાજરી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2020 02:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK