Gunjan Saxena Trailer: જુઓ ગુંજન સક્સેનાની વીરગાથાનું ટ્રેલર
ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ ટ્રેલર રિલીઝ
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ સ્વતંત્રતા દિવસના અવસરે 12 ઑગસ્ટના નેટફ્લિક્સ પર રિલીઝ થવવાની છે, જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ કારહિલ ગર્લને નામે ફેમસ અને શૌર્ય ચક્ર વિજેતા ફ્લાઇટ લેફ્ટિનન્ટ ગુંજન સક્સેનાની સ્ટોરી છે. ગુંજન સક્સેના પહેલી એવી મહિલા છે, જેને યુદ્ધ ક્ષેત્રમાં જવાની તક મળી, કારણકે આ પહેલા ભારતીય મહિલાઓ ક્યારેય યુદ્ધ ક્ષેત્રમાં ગઈ નહોતી.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જાન્હવી કેવી રીતે ઘરવાળાને પાઇલટ બનવા માટે તૈયાર કરે છે અને તેના પછી તેમના પિતા એટલે કે પંકજ કપૂર આ યાત્રામાં તેમનો સાથ આપે છે. પંકજ કપૂર જ તેમને ટ્રેનિંગ આપે છે અને તેમને પાઇલટ બનવામાં મદદ કરે છે. સાથે જ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે વૉર સમયે ફક્ત પુરુષોના યુદ્ધમાં જવાને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો અને બતાવવામાં આવ્યું છે કે ગુંજન સક્સેના એટલે જાહ્નવી કપૂરે આ માટે કેવી રીતે પોતાને તૈયાર કરી છે.
ADVERTISEMENT
ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને થોડાંક જ સમયમાં ફિલ્મના ટ્રેલરના વ્યૂઝ લાખો પર પહોંચી ગયા છે. હવે ફિલ્મ 12 ઑગસ્ટના ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર પરથી અંદાજો લગાડી શકાય છે કે 15 ઑગસ્ટના અવસરે રિલીઝ થતી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી શકે છે. ફિલ્મમાં વ઼ૉર સમયના પણ ઘણાં સીન્સ છે, જેમાં જાહ્નવી કપૂર સૈનિકોને બચાવવાનું કામ કરી રહી છે. જણાવવાનું કે કારગિલ યુદ્ધ દરમિયાન ગુંજન સક્સેનાને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં ફસાયેલા પોતાના દેશના વીર સૈનિકોને હેલીકૉપ્ટર પરથી સુરક્ષિત ઍરલિફ્ટ કરી પોતાના કેમ્પ સુધી પાછા લાવવાની જવબાદારી સોંપવામાં આવી.
સાથે જ ગુંજન સક્સેના દુશ્મન સેનાની સ્થિતિ પણ જોઇને પોતાની સેના સુધી સંદેશ પહોંચાડવાનું કામ પણ કરતી. આ બધાં જ કામ દુશ્મનોના હુમલાથી બચીને કરવાના હતા. હિમ્મક, આત્મવિશ્વાસ અને કડક પ્રશિક્ષણને કારણે આ મિશનને ખૂબ જ સારી રીતે પાર પાડી શકાયું. આ કામ પહેલી વાર કોઇક ભારતીય મહિલાએ કર્યું હતું. તેથી તેમને કારગિલ ગર્લના નામે ઓળખવામાં આવે છે. હવે જોવાનું એ છે કે ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે અને લોકોનો આને કેટલો રિસ્પોન્સ મળે છે.