Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવી જનરેશન ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહી છે : ગુલઝાર

નવી જનરેશન ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહી છે : ગુલઝાર

17 January, 2019 08:59 AM IST |

નવી જનરેશન ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહી છે : ગુલઝાર

ગુલઝાર

ગુલઝાર


ડિરેક્ટર તરીકેની ગુલઝારની છેલ્લી ફિલ્મ 1999માં આવેલી ‘હુતુતુ’ હતી. ફિલ્મને ફરી ડિરેક્ટ કરવાના પ્લાન વિશે પૂછતાં ગુલઝારે કહ્યું હતું કે ‘મારે ફિલ્મ-ડિરેક્શનમાં પાછા ફરવાની જરૂર નથી, કારણ કે શિલ્પા રાનડે, મેઘના ગુલઝાર અને વિશાલ ભારદ્વાજ ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહ્યાં છે. મારી આંગળી પકડીને ચાલતાં શીખ્યા હોવા છતાં આજે તેઓ મારી આગળ ચાલી રહ્યાં છે. તેઓ ખૂબ જ સારી ફિલ્મો બનાવી રહ્યાં છે. વિશાલે બાળકોના વિષય પર પણ ફિલ્મો બનાવી છે. મેઘના વાસ્તવિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે. હું હવે નિરાંતે બેસવા માગું છું. તેઓ મારા કરતાં પણ સારી ફિલ્મો બનાવી રહ્યાં છે. પહેલાંની મારી ફિલ્મોમાં મારા કેટલાક અનોખા વિચારો હતા, પરંતુ એટલી સિનેમૅટિક નહોતી.

આ પણ વાંચો : ઍક્ટિંગ એ ઇન્વેસ્ટિગેશન જેવું કામ છે : રાધિકા આપ્ટે



આજની યુવા પેઢી જે રીતે ફિલ્મો બનાવી રહી છે એટલી સારી સિનેમૅટિક ફિલ્મ હું નહીં બનાવી શકું. તેઓ મારા કરતાં ખૂબ જ આગળ નીકળી ગયાં છે. હું તેમને પકડી શકું એટલી ઝડપ મારામાં નથી રહી.’


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2019 08:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK