Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'સેલિબ્રેટિંગ ગઢીયા' દ્વારા નાટ્ય વિશ્વનાં નિર્માતાને સ્મૃતિ નાટ્યાંજલી

'સેલિબ્રેટિંગ ગઢીયા' દ્વારા નાટ્ય વિશ્વનાં નિર્માતાને સ્મૃતિ નાટ્યાંજલી

06 March, 2020 05:41 PM IST | Mumbai
Mumbai

'સેલિબ્રેટિંગ ગઢીયા' દ્વારા નાટ્ય વિશ્વનાં નિર્માતાને સ્મૃતિ નાટ્યાંજલી

અભિનેતાઓ રજૂ કરશે સાત તરી એકવીસમાં મોનોલૉગ્ઝ

અભિનેતાઓ રજૂ કરશે સાત તરી એકવીસમાં મોનોલૉગ્ઝ


નાટ્ય વિશ્વમાં કામ કર્યું હોય અને મનહર ગઢીયાનું નામ ન ખબર હોય તે શક્ય જ નથી. ગુજરાતી રંગભુમિનાં અત્યંત સફળ નાટકોના નિર્માતા, દિગ્ગજ કલાકારો સાથે રસપ્રદ નાટકો સાથે યાદગાર હિન્દી નાટકોના નિર્માતા એવા મનહર ગઢીયાએ ગયા વર્ષે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેમના જન્મદિવસ નિમિત્તે મનહર ગઢીયા પ્રોડક્શન્સ દ્વારા "સેલિબ્રેટિંગ ગઢીયા"નું આયોજન કરવામાં આવ્યું છે. 10મી માર્ચનાં રોજ મનહર ગઢીયાની જન્મતિથિ છે, આ પ્રસંગે પૃથ્વી થિએટરમાં 7x3=21-સાત તરી એકવીસનાં વિશેષ શોઝ યોજાશે. 7x3=21એ ગુજરાતી રંગભૂમીનો એક અનોખો પ્રયોગ છે જેમાં અલગ અલગ સાત મોનોલૉગ્ઝ રજુ થાય છે. કોઇ પેટ પકડીને હસાવે છે તો કોઇ રડાવી દે છે કોઇ પાત્ર એની બોલ્ડનેસથી તેમને ચોંકાવી દે છે. બેસ્ટ ઑફ સાત તેરી એકવીસમાં દર્શન જરીવાલા, પ્રતિક ગાંધી, ચિરાગ વોરા, જીજ્ઞા વ્યાસ, કૃતિકા દેસાઇ, લીના શાહ, ભામીની ઓઝા મોનોલૉગ્ઝ રજૂ કરશે. આ દરેક મૉનોલૉગ્ઝ અલગ અલગ ડિરેક્ટર દ્વારા તૈયાર કરાવાયા છે જેમાં કમલેશ મોતા, આતિશ કાપડિયા, મનોજ શાહ, સૌમ્ય જોશી, રાજેશ જોશી, વિપુલ મહેતા છે અને લેખકો ઉત્તમ ગડા, આતિશ કાપડિયા, ચંદ્રકાંત શાહ, સૌમ્ય જોશી, સંજય વી શાહ, નૌશિલ મહેતા અને વિપુલ મહેતા છે. બિ પૉઝિટીવ, મને આંખોથી વાત કરતા આવડે, ગુજરાતી રૅપ સોંગ, એક નહી લખાયેલી કવિતા, રામ રાખે તેમ રહીએ, લાપસી, મને ફોબિયા છે, બેસ્ટ ઑફ સાત તરી એકવીસમાં રજુ થશે.

મનહર ગઢીયા સાથે લાંબો સમય કામ કરી ચૂકેલા અને તેમને અંગત સ્તરે જાણતા અભિનેતા દર્શન જરીવાલાનું કહેવું છે કે, "અર્થપૂર્ણ નાટકો માટેની તેમની પેશન ક્યારેક હદ વટાવી જતી અને ઘણીવાર 'આવું તો ન જ થઇ શકે' એમ કહેનારાઓનાં મ્હોં પર સણસણતો તમાચો સાબિત થતી. છેલ્લા શ્વાસ સુધી તેમણે પુરા વિશ્વાસ સાથે રંગમંચ સાથેના આ જોશને યથાવત્ રાખ્યું." કાજલ ગઢીયા પિતાના વારસાને આગળ ધપાવે છે. તેમનું કહેવું છે કે, "થિયેટર માટેની તેમની દિવાનગી ચેપી હતી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી, હું માત્ર આશા રાખી શકું કે અમારી પેઢી એ જ ઉત્સાહથી એ દિશામાં કામ કરી શકે."
સાત તરી એકવીસની બીજી સિઝનમાં સ્ત્રીઓની જીજીવિષા, અંગત ક્ષણો, સ્વનાં થઇને રહેવું, મુશ્કેલીઓને પાર પાડવી, પ્રેમ, જન્મ લેવાની મહેચ્છા, પ્રશંસા જેવી બાબતો અલગ અલગ પાત્રો દ્વારા વણી લેવાઇ છે. કેટલીક વાર્તાઓ સ્મિત લાવે તેવી છે તો કોઇ પાત્ર વિચારતા કરી દે તેવું છે. બાઇ ભાઇમાં સ્ત્રી બુટલેગરની વાત છે તો એકવીસમું ટિફીન વાત કરે છે વખાણ માટે ખરા હ્રદયથી ઝંખતી સ્ત્રીની વાત, દેવી તરીકે પુજાતી હોવા છતાં ય સ્વીકાર મળતાં સ્ત્રીને કેટલી તકલીફ પડે છે તેની વાત છે ઇન્ડોમાં તો અપેક્ષામાં મહોરા પાછળ જીવાતી જિંદગીની સવાલ છે, તોરલ જોશી ટિંડરમાં અંગત સંબંધોના મહત્વની વાત કરાઇ છે તો માઉન્ટેઇન્સ ઑફ ડિઝાયરમાં કઇ રીતે સ્ત્રી વિપરીત સંજોગોમાંથી વધુ મજબુત થઇને બેઠી થાય છે તેની વાત છે, તો શ્રુતિ શાહ સિંગલ છેમાં સ્પષ્ટતા ઇચ્છતી સ્ત્રીની વાત છે. પ્રિતા પંડ્યા, બિંદા રાવલ, ચિત્રલેખા રાઠોડ, તુષારિકા રાજગુરુ, રીવા રાચ્છ, વૈભવી ઉપાધ્યાય, અમી ત્રિવેદી આ પાત્રોને રજુ કરશે જેનું દિગ્દર્શન કર્યું છે પ્રિતક ગાંધીએ અને લેખન રામ મોરી, ગીતા માણેક, સંજય ત્રિવેદી, રાહુલ પટેલ, સંજય છેલ અને અભિનય બૅંકરનું છે.
સાત તરી એકવીસ - સિઝન થ્રી 10 અને 11 તારીખે સાંજે 6.00 વાગ્યે તથા બેસ્ટ ઑફ સાત તરી એકવીસ 10 અને 11 તારીખે રાત્રે 9.00 વાગ્યે પૃથ્વી થિએટરમાં જોઇ શકાશે.



 


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 05:41 PM IST | Mumbai | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK