Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Exclusive : ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

Exclusive : ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

12 June, 2019 02:24 PM IST |

Exclusive : ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર હવે બનશે 'સારાભાઈ' !

મલ્હાર ઠાકર (ફાઇલ ફોટો)

મલ્હાર ઠાકર (ફાઇલ ફોટો)


મલ્હાર ઠાકર કોઇક ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેવા સારા સમાચાર તેણે પોતાના ચાહકોને પહેલા જ આપી દીધા છે. જો કે ફિલ્મનું નામ અને ફિલ્મની સ્ટોરી મલ્હારે રિવીલ નથી કરી કે નથી ફિલ્મના ડિરેક્ટરે આ વાત જાહેર કરી. પરંતુ હવે મલ્હારની નવી ફિલ્મના નામનો ખુલાસો થઈ ચૂક્યો છે. એટલું જ નહીં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ સામે આવી ગયો છે. મલ્હાર ઠાકરની અપકિંગ ફિલ્મ નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ પહેલા મલ્હાર ઠાકર અને નીરજ જોશી કૅશ ઓન ડિલીવરી અને શરતો લાગુમાં સાથે કામ કરી ચૂક્યા છે




તાજેતરમાં જ મલ્હારે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં પહોંચ્યાની તસવીરો સામે આવી હતી. આ જ ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારની અપકિંગ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ જાહેર થયો છે. જી હાં, અમેરિકામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરની આગામી ફિલ્મની જાહેરાત થઈ છે.

Malhar Thakar


મલ્હાર ઠાકરની આગામી ફિલ્મનું નામ 'સારાભાઈ' હોઈ શકે છે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હારની આગામી ફિલ્મ સારાભાઇનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ તસવીર જોતાં તમને દેખાશે કે એક તરફ મલ્હાર આખે આખા સીધાં ઊભા છે તો બીજી તરફ તેનું માથું ઊંધું દેખાય છે.

Malhar Thakar releasing First look of Movie

એક નજરે જોતાં એવું લાગશે કે કદાચ ફર્સ્ટ લૂક જાહેર કરતી વખતે સ્ટેન્ડી ઊંધી મૂકાઇ ગઈ હશે પણ એવું નથી. સારાભાઈ લખેલું છે તે સીધું જ છે. તેથી આ ફર્સ્ટ લૂક દરમિયાન મલ્હારનો ફોટો ઉંધો છે એ સૂચવે છે ફિલ્મમાં મલ્હારનું પાત્ર પણ કંઇક વિચિત્ર હોઇ શકે છે. તેની સાથે જ મલ્હારે ગાંધી સ્ટાઇલના ગોળ કાંચ ધરાવતા ચશ્માં પહેર્યા છે. ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે અને નિરેન ભટ્ટના લિરિક્સ છે.

આ પણ વાંચો : ક્યાં જઇ રહ્યો છે મલ્હાર, જાણો કોણ છે સાથે

ઉલ્લેખનીય છે કે શરતો લાગુ બાદ છ મહિનાના બ્રેક પછી મલ્હારે પોતાની નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને નીરજ જોશી ડિરેક્ટ કરી રહ્યા છે. નીરજ જોશીની શરતો લાગુ હિટ સાબિત થઈ હતી. નીરજ જોશીની આ અપકમિંગ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સામે પૂજા ઝવેરીને કાસ્ટ કરાયા છે. પૂજા ઝવેરી ફિલ્મમાં મલ્હાર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. જો કે હજી સુધી ફિલ્મના ટાઈટલ કે સ્ટોરી વિશે કોઈ ખુલાસો નથી થયો.

Whatsapp-channel Whatsapp-channel

12 June, 2019 02:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK