ગાયક જીગરદાન ગઢવીએ દઇ દીધું છે પોતાનું દિલ

Published: Feb 21, 2020, 13:18 IST | Chirantana Bhatt | Mumbai

જીગરદાન ગઢવી ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રહેતી યુવતીને કોન્સર્ટ દરમિયાન મળ્યો

જીગરદાન ગઢવીનાં રોમેન્ટિક નંબર વાલમ પર ભલભલા ડોલી ઉઠે છે. રોમેન્ટિક ગીત જેની ઓળખાણ છે તેવા જીગરદાન ગઢવીની લાઇફમાં પણ રોમાન્સનાં સુર રેલાયા છે. જલ્દી જ આપણને જીગરનું દિલ-જીગર જીતી જનારી કન્યા વિષે સમાચાર મળી શકે છે અને બધું 'ઑફિશ્યલ' થઇ ગયાની જાહેરાત પણ થઇ શકે છે. જુઓ આ પોસ્ટમાં જીગરે લખ્યું છે કે તું સાથે હોય છે ત્યારે બધું કેટલું લાઇવ હોય છે. 

 
 
 
View this post on Instagram

I feel alive when you are around! 💕 #love

A post shared by Jigardan Gadhavi (@jigrra) onFeb 12, 2020 at 3:16am PST

 તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જીગરે કબુલ્યું છે કે તે તેના લેડી લવને ઑસ્ટ્રેલિયામાં નવરાત્રી પહેલાનાં કોન્સર્ટમાં 2019માં મળ્યો હતો. જો કે આ મિલન વિદેશની ધરતીમાં થયું હોવાથી અત્યારે તો આ બંન્ને પ્રેમીઓ આ અંતરને પ્રેમથી કાપવાનો પ્રયાસ કરતા રહે છે. જીગરે કહ્યા અનુસાર આ સંબંધ નવરાત્રીથી પાંગર્યો છે અને ઑસ્ટ્રેલિયન સિટીઝન એવી આ યુવતી ને મળવા માટે જીગર ગયા વર્ષે દીવાળીમાં ખાસ ઑસ્ટ્રેલિયા પણ ગયો હતો.

 
 
 
View this post on Instagram

Hu Mane Shodhya karu Pan Hu Tane Pamya Karu, Tu Laine Aave Lagani No Melo Re.......💕 #love #jigrra

A post shared by Jigardan Gadhavi (@jigrra) onFeb 16, 2020 at 5:12am PST

 તેમની મુલાકાતને ત્રણ મહિના થઇ ગયા છે અને જીગરનું જીગર તેને માટે જ ધબકે છે, પોતાની પ્રેયસીને તે મિસ કરી રહ્યો છે અને બની શકે કે જલ્દી જ તેઓ આ સંબંધને આગળ વધારવાનો નિર્ણય લેશે. જુઓ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પ્રેયસીને મિસ કરી રહેલા જીગરે કેવી મજાની પોસ્ટ મુકી છે. જો કે જીગર તેનું દિલ-જીગર કોણે જીતી લીધું છે તે હજી ડિક્લેર કરવામાં સમય લઇ રહ્યો છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK