નવું નાટક : આજે ઓપન થાય છે : મિચ્છા મિ દુક્કડમ્

Published: 2nd September, 2012 05:15 IST

જૈન ધર્મ જ નહીં, ધર્મના મર્મને સમજાવતું નાટક ‘મિચ્છા મિ દુક્કડમ્’ એ ‘મૃત્યુંજય’ અને ‘મારે જાવું પેલે પાર’ પછીનું શીલા બુટાલા નિર્મિત ત્રીજું નાટક છે.

michchhami-dukkadamધર્મ સાથે અધર્મ, જીવદયા સાથે આતંકવાકની કશમકશની વાત લઈને આવેલા આ નાટકમાં માત્ર જૈન ધર્મ જ નહીં, ઇસ્લામના મર્મની વાત પણ છે. પ્રસ્તુતકર્તા રાજેન્દ્ર બુટાલા કહે છે કે ઇસ્લામ અને જૈન બન્ને ધર્મની વાત હોવા છતાં કોઈ ધર્મને જરાય ઠેસ નથી પહોંચતી.

ગૌરવ નાયક અને રાજ પાટીલ લિખિત તથા રાજ પાટીલ દિગ્દર્શિત નાટક ‘મિચ્છા મિ દુક્કડમ્’માં આતંકવાદનો એ ચહેરો છે જે અહિંસા પરમો ધર્મ માનતા એક પરિવાર આગળ સાવ બદલાઈ જાય છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘ધર્મમાં એ તાકાત છે કે આતંકવાદનો વરવો ચહેરો પણ બદલાઈ શકે છે. નાટકની આ મર્મ વાત છે. માનવતાના મહાઆધાર પર ચાલતું આ નાટક પ્રેક્ષકના ધર્મ વિશેના વિચારોને ખુલ્લું આકાશ આપી વિસ્તૃત બનાવે છે.’

આજે સાંજે ૭.૩૦ વાગ્યે વરલીમાં આવેલા નેહરુ ઑડિટોરિયમમાં આ નાટકનો શુભારંભ થઈ રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK