ખુશી શાહની આગામી શૉર્ટ ફિલ્મ 'ક્યા ઉખાડ લોગે'નું પોસ્ટર રિલીઝ

Updated: Aug 09, 2020, 17:40 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

પોસ્ટર અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યું છે.

ક્યા ઉખાડ લોગે પોસ્ટર રિલીઝ
ક્યા ઉખાડ લોગે પોસ્ટર રિલીઝ

અફરાતફરી ફેમ અભિનેત્રી ખુશી શાહની અપકમિંગ શૉર્ટ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટર અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યું છે.

આ શૉર્ટ ફિલ્મ રોજિંદા જીવનમાં મહિલાઓ પર થતાં અત્યાચાર તથા તેમના દ્વારા નોંધાવવામાં આવતા ગુના પર આધારિત છે. જેમાં ક્રાઇમરેટ સતત વધતો જાય છે. અને એક મહિલાએ ન્યાય મેળવવા માટે કેટલી સ્ટ્રગલ કરવી પડે છે તે તમને આ શૉર્ટ ફિલ્મમાં જોવા મળશે. આ શૉર્ટ ફિલ્મમાં સંજય ગાલા પણ ખુશી શાહ સાથે જોવા મળશે. આ શૉર્ટ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રિષિલ જોશીએ કર્યું છે. જ્યારે આ શૉર્ટ ફિલ્મના પ્રૉડ્યુસર ઉમેશ શર્મા છે. આ શૉર્ટ ફિલ્મની રજૂઆત ટ્રી એન્ટરટેઇન્મેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે તો ક્રિએટીવ પ્રૉડ્યુસર છે ઋતુ શાહ અને શાશ્વત શાહ. તેમજ આ સૉર્ટ ફિલ્મ મોશન માસ્ટર્સ દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવી રહી છે.

 
 
 
View this post on Instagram

Here's the poster look of "Kya Ukhad Loge?" A short film based on the increase in crime rate against women and the struggle to find justice from our juridical system. What will happen? Wait till you see... Featuring - Khushi Shah Introducing - Sanjay Galsar Written & Directed - Rishil Joshi Executed By - Motion Masters Produced By - Umesh Sharma Presented By - A Tree Entertainment Creative Producer - Rutu Shah & Shashwat Shah @khushhhhh @rutus09 @shashwats2311 @motionmasters111 @rishiljoshii @sharmaumee @a.tree.entertainment @sanjaygalsar @y_a_s_h136 #posterlaunch #shortfilm #shortfilmfestival #shortfilmmakers #filmposter #actor #director #productionhouse #khushishah #atreeentertainment #shortfilmposter

A post shared by Khushi Shah (@khushhhhh) onAug 8, 2020 at 5:41am PDT

નોંધનીય છે કે તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાનું સ્ટાઇલાઇઝ્ડ ફોટો શૂટ કરાવ્યું હતું. અભિનેત્રીએ આ ફોટો શૂટ પોતાના ટ્રેડિશનલ અવતારમાં કરાવ્યો હોવા તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ખુશી શાહે દિવ્યેશ ટાલવિયાના સ્ટાઇલિંગ અને ફોટો ક્રિએટિવ ડાયરેક્શન શૂટ માટે અનુઝ ક્રિએશનનનો આઉટફિટ પહેર્યો હતો અને જલ્પા ઠક્કરનાં કલ્ચર સિગ્નેચર દ્વારા ડિઝાઇન કરેલી જ્વેલરી પહેરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK