Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિંગર ધ્વનિ ભાનુશાળીના ગીત 'વાસ્તે'એ એક મહિનામાં રચ્યો રેકોર્ડ

ગુજરાતી સિંગર ધ્વનિ ભાનુશાળીના ગીત 'વાસ્તે'એ એક મહિનામાં રચ્યો રેકોર્ડ

06 May, 2019 06:09 PM IST |

ગુજરાતી સિંગર ધ્વનિ ભાનુશાળીના ગીત 'વાસ્તે'એ એક મહિનામાં રચ્યો રેકોર્ડ

ધ્વનિ ભાનુશાળી

ધ્વનિ ભાનુશાળી


લેજા રે, મેં તેરી હૂં, અને લેટેસ્ટ સિંગલ વાસ્તેથી ફેમસ થનાર ધ્વનિ ભાનુશાળીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ધ્વનિને તેના નવા સિંગલ વાસ્તે માટે ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. અને ધ્વનિ હિંદી પૉપ સિંગલની શ્રેણીમાં190 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવનાર સૌથી નાની વયની સિંગર બની છે. જેના માટે ધ્વનિ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ ગીત હવે ગાના ડૉટ કૉમ પર પણ ટ્રેન્ડિંગ થઇ રહ્યું છે અને એટલું જ નહીં સલમાન ખાનનું સ્લોમોશન અને સ્ટુડેન્ટ ઑફ ધ યર ટુના ગીતને પણ પાછળ મૂકીને આગળ વધી રહ્યું છે.



Dhvani Bhanushali


આટલા સારા પ્રતિસાદ માટે ધ્વનિ ભાનુશાળીએ તમામ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે, "આ ગીત પ્રેમ વિશે છે અને તેમાં એક ખૂબ જ સ્વીટ સ્ટોરી છે. ટીમે આ ગીત પર ખૂબ જ મહેનત કરી છે અને અમને ખુશી છે કે લોકોને ગીત પસંદ આવી રહ્યું છે. આ ગીતે માત્ર સાત જ દિવસમાં હિન્દી પૉપ મ્યુઝિકમાં 50 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવ્યા છે એટલે તે હંમેશા મારા દિલની નજીક રહેશે." આ ગીતને મિલિયન લાઈક્સ મળ્યા છે. અને અત્યારે આ ગીતને મિલિયનથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.


વિશ્વની નંબર વન યૂ ટ્યૂબ ચેનલ ટી-સીરિઝ પર ધ્વનિનું આ સિંગલ રીલિઝ કરવામાં આવ્યું હતું. જેને વિનય સપ્રુ અને રાધિકા રાવે ડિરેક્ટ કર્યું છે જ્યારે અરાફત મહેમૂદે લખ્યું છે. આ ગીતને કમ્પોઝ તનિષ્ક બાગચીએ કર્યું છે. જેમણે પહેલા ધ્વનિના લેજા રે અને દિલબર(સત્યમેવ જયતે) પણ કમ્પોઝ કર્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતી સિંગર ધ્વનિ ભાનુશાળીના ગીત 'વાસ્તે'એ બનાવ્યો નવો રેકોર્ડ

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 06:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK