બિગ બૉસમાં ગોલમાલ?

Published: 30th October, 2012 05:45 IST

કૉમન મૅન તરીકે જેને શોમાં એન્ટ્રી આપવામાં આવી હતી તે કાશિફ કુરેશી તો છે હોસ્ટ સલમાનનો ખાસ ફ્રેન્ડ



કલર્સ ચૅનલ પર રિયલિટી શો ‘બિગ બૉસ’ના લૉન્ચિંગ વખતે મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી કે આ વખતે શોમાં આખા દેશમાંથી એક કૉમન મૅનની પસંદગી કરીને તેને એન્ટ્રી આપવામાં આવશે. આખરે કૉમન મૅન તરીકે હૈદરાબાદના કાશિફ કુરેશીની પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી. હવે ખબર પડી છે કે આ કાશિફ તો રિયલ લાઇફમાં શોના હોસ્ટ સલમાન ખાનનો સારો મિત્ર છે અને તેણે સલમાન સાથે તેની ‘વૉન્ટેડ’માં કામ પણ કર્યું હતું.

શોના લૉન્ચિંગ વખતે જ્યારે કૉમન મૅન તરીકે કાશિફના નામની જાહેરાત કરી હતી ત્યારે સલમાને જાહેરમાં શોમાં કૉમન મૅનને એન્ટ્રી આપવાના ફૉર્મેટને બિરદાવ્યું હતું. એ વખતે કાશિફે કહ્યું હતું, ‘હું એવો કૉમન મૅન છું જેનું કોઈ સીક્રેટ નથી. મેં ક્યારેય સલમાન સાથે કામ નથી કર્યું કે નથી તેને ટ્રેઇનિંગ આપી. જોકે મને કોઈક દિવસ ચોક્કસ તેની સાથે કામ કરવાનું ગમશે.’

જોકે હવે સલમાન અને કાશિફના સંબંધોનું રહસ્ય જાહેર થઈ ગયું છે. આ શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ રહસ્યસ્ફોટ કરતાં માહિતી આપી છે કે ‘ફિલ્મ ‘વૉન્ટેડ’ પછી સલમાન અને કાશિફ સતત સંપર્કમાં છે. માર્શલ આર્ટ એક્સપર્ટ કાશિફનો એક હૈદરાબાદનો ક્લાયન્ટ સલમાનનો ખાસ મિત્ર છે. કાશિફે ‘વૉન્ટેડ’માં કેટલાક ઍક્શન-શૉટ પણ કોરિયોગ્રાફ કર્યા હતા. સલમાન આ શોના માધ્યમથી તેના મિત્રોને મદદ કરતો રહે છે. ગઈ સીઝનમાં તેણે મહેક ચહલને મદદ કરી હતી અને આ વખતે તેણે કાશિફને હેલ્પ કરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK