Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday Riteish Deshmukh: જેનિલિયાએ લખ્યો આ સુંદર મેસેજ...

Happy Birthday Riteish Deshmukh: જેનિલિયાએ લખ્યો આ સુંદર મેસેજ...

17 December, 2019 11:16 AM IST | Mumbai Desk

Happy Birthday Riteish Deshmukh: જેનિલિયાએ લખ્યો આ સુંદર મેસેજ...

Happy Birthday Riteish Deshmukh: જેનિલિયાએ લખ્યો આ સુંદર મેસેજ...


બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ જેનિલિયા ડિસૂઝાએ તેને ખાસ મેસેજ સાથે જન્મદિવસની વધામણી આપી છે.

ડેનિલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે પતિ રિતેશ અને બન્ને બાળકો સાથે દેખાઈ રહી છે. બન્ને બાળકોને રિતેશે પોતાને ગળે વળગાડીને રાખ્યા છે અને જેનિલિયા પાછળ ઉભી રહીને તેને કિસ્સ કરી રહી છે.




આ તસવીર સાથે અભિનેત્રીએ રિતેશ માટે એક સરસ સંદેશ પણ લખ્યો છે. જેનિલિયાએ લખ્યું, હંમેશાં મારી સાથે રહેનારા મારા પ્રિય... જ્યારે તું સો વર્ષનો થઈ જઈશ ત્યારે પણ હું તને આ જ વાત કહીશ જે હું તને અત્યારે કહું છું, તું મારો આજ અને આવનાર કાલ છે. જન્મદિવસની વધામણી પ્રિય...હંમેશાં તારી. જણાવીએ કે જેનિલિયા ઘણાં સમયથી બોલીવુડથી દૂર છે. તે પોતાના પરિવાર સાથે વધારે સમય પસાર કરે છે.


આ પણ વાંચો : સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

સાથે જ રિતેશના વર્કફ્રન્ટની વાત કરીએ તો રિતેશ તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે મલ્ટી સ્ટારર ફિલ્મ 'હાઉસફુલ 4'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. હાઉસફુલ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મરજાવાં'માં પણ દેખાયા, દો કે આ ફિલ્મે પડદા પર ખાસ કમાણી કરી ન હતી અને આ ફ્લૉપ રહી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં હતો.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2019 11:16 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK