સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

Updated: Jan 02, 2020, 12:38 IST | Adhirajsinh Jadeja
 • પ્રિયા પહેલા ધોરણમાં હતા ત્યારે તેના શિક્ષકો કહેતા કે તેઓ કવિતાઓને અલગ અંદાજમાં ગાતા હતા. તેમના શિક્ષકોએ માતા-પિતાને કહ્યું કે તેમને સંગીતમાં તાલિમ અપાવે અને આ રીતે તેમની શાસ્ત્રીય સંગીતની તાલિમની શરૂઆત થઈ.

  પ્રિયા પહેલા ધોરણમાં હતા ત્યારે તેના શિક્ષકો કહેતા કે તેઓ કવિતાઓને અલગ અંદાજમાં ગાતા હતા. તેમના શિક્ષકોએ માતા-પિતાને કહ્યું કે તેમને સંગીતમાં તાલિમ અપાવે અને આ રીતે તેમની શાસ્ત્રીય સંગીતની તાલિમની શરૂઆત થઈ.

  1/18
 • પ્રિયા નાના હતા ત્યારથી જ સ્કૂલમાં અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. આવી જ એક સ્પર્ધામાં સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીએ તેમને સાંભળ્યા અને તેમનો પ્રિયાનો અવાજ ખૂબ જ ગમી ગયો.

  પ્રિયા નાના હતા ત્યારથી જ સ્કૂલમાં અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. આવી જ એક સ્પર્ધામાં સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીએ તેમને સાંભળ્યા અને તેમનો પ્રિયાનો અવાજ ખૂબ જ ગમી ગયો.

  2/18
 • કલ્યાણજીભાઈએ તેમને ખાસ મળવા બોલાવ્યા અને કહ્યું કે, હું આને સંગીત શિખવાડવા માંગું છું. બસ ત્યારથી પ્રિયાની સંગીતમય સફરની શરૂઆત થઈ.

  કલ્યાણજીભાઈએ તેમને ખાસ મળવા બોલાવ્યા અને કહ્યું કે, હું આને સંગીત શિખવાડવા માંગું છું. બસ ત્યારથી પ્રિયાની સંગીતમય સફરની શરૂઆત થઈ.

  3/18
 • કલ્યાણજી-આણંદજી સાથે પ્રિયા દેશ-વિદેશમાં શો કરતા હતા. તેઓ 15 વર્ષ સુધી તેમની સાથે રહ્યા અને બે હજાર જેટલા શો કર્યા.

  કલ્યાણજી-આણંદજી સાથે પ્રિયા દેશ-વિદેશમાં શો કરતા હતા. તેઓ 15 વર્ષ સુધી તેમની સાથે રહ્યા અને બે હજાર જેટલા શો કર્યા.

  4/18
 • ગાયનની સાથે પ્રિયા ભણવામાં પણ એટલા જ હોશિયાર હતા. શો માટે સતત પ્રવાસ કરતા હતા પરંતુ ભણવામાં પણ તેઓ અવ્વલ હતા.

  ગાયનની સાથે પ્રિયા ભણવામાં પણ એટલા જ હોશિયાર હતા. શો માટે સતત પ્રવાસ કરતા હતા પરંતુ ભણવામાં પણ તેઓ અવ્વલ હતા.

  5/18
 • શોની સાથે સાથે તેમણે સંગીતમાં વિશારદ પણ કર્યું અને ભણ્યું પણ ખરા. પ્રિયા કહે છે કે તેમની હાજરી ઓછી હતી પરંતુ તેઓ અભ્યાસમાં ક્યારેય પાછળ નથી રહ્યા.

  શોની સાથે સાથે તેમણે સંગીતમાં વિશારદ પણ કર્યું અને ભણ્યું પણ ખરા. પ્રિયા કહે છે કે તેમની હાજરી ઓછી હતી પરંતુ તેઓ અભ્યાસમાં ક્યારેય પાછળ નથી રહ્યા.

  6/18
 • દોઢ દાયકા સુધી કલ્યાણજી-આણંદજી સાથે કામ કર્યા બાદ પ્રિયાએ જોબ શરૂ કરી. સાથે તેઓ સંગીતમાં કાંઈક નવું કરવાનું વિચારતા હતા, બસ આ જ સમયે તેમની મુલાકાત સચિન જીગર સાથે થઈ.

  દોઢ દાયકા સુધી કલ્યાણજી-આણંદજી સાથે કામ કર્યા બાદ પ્રિયાએ જોબ શરૂ કરી. સાથે તેઓ સંગીતમાં કાંઈક નવું કરવાનું વિચારતા હતા, બસ આ જ સમયે તેમની મુલાકાત સચિન જીગર સાથે થઈ.

  7/18
 • સચિન-જીગર તેમની ફિલ્મ ફાલતુ માટે કામ કરી રહ્યા હતા અને તેના માટે તેમને એક સ્ક્રેચ લીરિક્સ(સાદી ભાષામાં કહું તો કાચા ગીતો, જેના પર નવી નવી ધૂન ટ્રાય કરી શકાય) લખી શકે તેવી વ્યક્તિની જરૂર હતી. પ્રિયાએ તેમના માટે લીરિક્સ લખ્યા અને મજાની વાત એ છે કે એ ગીત ફિલ્મનો ભાગ બન્યા.

  સચિન-જીગર તેમની ફિલ્મ ફાલતુ માટે કામ કરી રહ્યા હતા અને તેના માટે તેમને એક સ્ક્રેચ લીરિક્સ(સાદી ભાષામાં કહું તો કાચા ગીતો, જેના પર નવી નવી ધૂન ટ્રાય કરી શકાય) લખી શકે તેવી વ્યક્તિની જરૂર હતી. પ્રિયાએ તેમના માટે લીરિક્સ લખ્યા અને મજાની વાત એ છે કે એ ગીત ફિલ્મનો ભાગ બન્યા.

  8/18
 • પ્રિયાએ સંગીતમાં વિશારદ કરવાની સાથે ટ્રિનિટી કૉલેજ ઑફ લંડનથી વૉકલની પણ તાલિમ લીધી છે.

  પ્રિયાએ સંગીતમાં વિશારદ કરવાની સાથે ટ્રિનિટી કૉલેજ ઑફ લંડનથી વૉકલની પણ તાલિમ લીધી છે.

  9/18
 • જીગર સાથે લગ્ન કેવી રીતે થયા તેને યાદ કરતા પ્રિયા કહે છે કે, સમય જતા મારો, જીગર અને સચિનના સંબંધો વધુ સારા થયા. અમે સુખદુઃખની વાતો શૅર કરતા હતા. મને અને જીગરના પિતાને ખૂબ જ બનતું હતું.

  જીગર સાથે લગ્ન કેવી રીતે થયા તેને યાદ કરતા પ્રિયા કહે છે કે, સમય જતા મારો, જીગર અને સચિનના સંબંધો વધુ સારા થયા. અમે સુખદુઃખની વાતો શૅર કરતા હતા. મને અને જીગરના પિતાને ખૂબ જ બનતું હતું.

  10/18
 • જીગરના લગ્ન માટે જ્યારે છોકરીઓ જોવા જતા ત્યારે પ્રિયા અને સચિન પણ જતા હતા. થોડા સમય બાદ સચિને જીગર અને પ્રિયા વચ્ચે ક્યુપિડનું કામ કર્યું, જીગરના પરિવારને કહ્યું કે છોકરી તમારી સામે જ છે..ગુજરાતી પણ છે અને સંગીતના ક્ષેત્રમાં પણ છે. અને પછી આ રીતે બંનેના લગ્ન થયા. પ્રિયા અને જીગરને એક ક્યૂટ દિકરો પણ છે.

  જીગરના લગ્ન માટે જ્યારે છોકરીઓ જોવા જતા ત્યારે પ્રિયા અને સચિન પણ જતા હતા. થોડા સમય બાદ સચિને જીગર અને પ્રિયા વચ્ચે ક્યુપિડનું કામ કર્યું, જીગરના પરિવારને કહ્યું કે છોકરી તમારી સામે જ છે..ગુજરાતી પણ છે અને સંગીતના ક્ષેત્રમાં પણ છે. અને પછી આ રીતે બંનેના લગ્ન થયા. પ્રિયા અને જીગરને એક ક્યૂટ દિકરો પણ છે.

  11/18
 • પતિ અને પત્ની એક જ ક્ષેત્રમાં હોય તો ક્રિએટીવ ડિફરન્સ તો આવે જ! જેના પર વાત કરતા પ્રિયા કહે છે કે, પહેલા અમારી વચ્ચે એવા મતભેદો આવતા હતા પરંતુ હવે અમે એકબીજાને પસંદને જાણી લીધી છે.

  પતિ અને પત્ની એક જ ક્ષેત્રમાં હોય તો ક્રિએટીવ ડિફરન્સ તો આવે જ! જેના પર વાત કરતા પ્રિયા કહે છે કે, પહેલા અમારી વચ્ચે એવા મતભેદો આવતા હતા પરંતુ હવે અમે એકબીજાને પસંદને જાણી લીધી છે.

  12/18
 • પ્રિયાએ ફાલતુ, શોર ઈન ધ સિટી, તેરે નાલ લવ હો ગયા, રમૈયા વસ્તાવૈયા, હેપી એન્ડિંગ, મેરી પ્યારી બિંદુ જેવી ફિલ્મો માટે ગીતકારની ભૂમિકા અદા કરી છે. પ્રિયાએ લખેલા સાયબો, રંગ જો લાગ્યો, જુદાઈ જેવા ગીતોને આજે પણ પસંદ કરવામાં આવે છે.

  પ્રિયાએ ફાલતુ, શોર ઈન ધ સિટી, તેરે નાલ લવ હો ગયા, રમૈયા વસ્તાવૈયા, હેપી એન્ડિંગ, મેરી પ્યારી બિંદુ જેવી ફિલ્મો માટે ગીતકારની ભૂમિકા અદા કરી છે. પ્રિયાએ લખેલા સાયબો, રંગ જો લાગ્યો, જુદાઈ જેવા ગીતોને આજે પણ પસંદ કરવામાં આવે છે.

  13/18
 • તો પ્રિયાએ મેઈડ ઈન ચાઈના, હસીના પારકર, ખૂબસુરત, બદલાપુર, હીરો સહિતની ફિલ્મોમાં ગીત પણ ગાયા છે.

  તો પ્રિયાએ મેઈડ ઈન ચાઈના, હસીના પારકર, ખૂબસુરત, બદલાપુર, હીરો સહિતની ફિલ્મોમાં ગીત પણ ગાયા છે.

  14/18
 • પ્રિયા તેણે લખેલા ગીત 'લાડકી'ને ખૂબ જ પસંદ કરે છે. આ ગીત કોક સ્ટુડિયોમાં તનિષ્કા સંઘવી, રેખા ભારદ્વાજ અને કીર્તિદાન ગઢવીએ ગાયું હતું. 2013માં આવેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

  પ્રિયા તેણે લખેલા ગીત 'લાડકી'ને ખૂબ જ પસંદ કરે છે. આ ગીત કોક સ્ટુડિયોમાં તનિષ્કા સંઘવી, રેખા ભારદ્વાજ અને કીર્તિદાન ગઢવીએ ગાયું હતું. 2013માં આવેલું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

  15/18
 • ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા પ્રિયા કહે છે કે, ગુજરાતી સંગીત હંમેશાથી સમૃદ્ધ રહ્યું છે. ધીમે ધીમે ઑડિયન્સનો ટેસ્ટ પણ બદલાઈ રહ્યો છે, જે સારી વસ્તુ છે.

  ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા પ્રિયા કહે છે કે, ગુજરાતી સંગીત હંમેશાથી સમૃદ્ધ રહ્યું છે. ધીમે ધીમે ઑડિયન્સનો ટેસ્ટ પણ બદલાઈ રહ્યો છે, જે સારી વસ્તુ છે.

  16/18
 • પ્રિયાને ગુજરાતીઓ અને ખાસ કરીને ગુજરાતી ભોજન પસંદ છે. તેમાં પણ સુરતી જમણ તેમને ખૂબ જ ભાવે છે.

  પ્રિયાને ગુજરાતીઓ અને ખાસ કરીને ગુજરાતી ભોજન પસંદ છે. તેમાં પણ સુરતી જમણ તેમને ખૂબ જ ભાવે છે.

  17/18
 • સફળતાના આટલા શિખરો સર કર્યા પછી પણ પ્રિયા કહે છે કે, મને લાગે છે હજુ મારે ઘણું મેળવવાનું છે. હું રોજ ને રોજ કાંઈક નવું શિખતી રહું છું.

  સફળતાના આટલા શિખરો સર કર્યા પછી પણ પ્રિયા કહે છે કે, મને લાગે છે હજુ મારે ઘણું મેળવવાનું છે. હું રોજ ને રોજ કાંઈક નવું શિખતી રહું છું.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

એક એવી ગુજરાતી વ્યક્તિ જેમણે સંગીતની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. પોતાની મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે. તેમના શબ્દો અને તેમનો અવાજ લોકોના દિલ જીતી લે છે એવા પ્રિયા સરૈયાને ચાલો આજે થોડા વધુ જાણીએ..

તસવીર સૌજન્યઃ પ્રિયા સરૈયા ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK