Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગેમ ઓવર : ફિલ્મના સેટ પર તાપસીનો થયો આવો હાલ, તસવીર જોઇને રહી જશો દંગ

ગેમ ઓવર : ફિલ્મના સેટ પર તાપસીનો થયો આવો હાલ, તસવીર જોઇને રહી જશો દંગ

09 June, 2019 02:55 PM IST |

ગેમ ઓવર : ફિલ્મના સેટ પર તાપસીનો થયો આવો હાલ, તસવીર જોઇને રહી જશો દંગ

તાપસી પન્નૂએ ફિલ્મની શૂટિંગ દરમિયાનની તસવીર શેર કરી.

તાપસી પન્નૂએ ફિલ્મની શૂટિંગ દરમિયાનની તસવીર શેર કરી.


'ગેમ ઓવર' એક થ્રિલર ફિલ્મ છે, જેમાં તાપસી પન્નૂ મુખ્ય પાત્ર ભજવે છે. આ ફિલ્મ 14 જૂનના રિલીઝ થઇ રહી છે. તાપસીની આ તસવીરોએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે.

તાપસી પન્નૂએ શેર કરી તસવીર
અભિનેત્રી તાપસી પન્નૂએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલી જોવા મળે છે. તસવીરના કૉલાજમાં એક તરફ તાપસીની ખરાબ હાલત તો બીજી તરફ તેને પગમાં થયેલ પ્લાસ્ટરની જોવા મળે છે. જોકે તાપસીની આ જખમ સાચા નથી, પણ મેકઅપ દ્વારા તેના હાથ આવા બતાવવામાં આવ્યા છે.



શૂટિંગ દરમિયાનની છે તસવીર
હકીકતે આ તસવીર તાપસીની અપકમિંગ ફિલ્મ ગેમ ઓવરની શૂટિંગ દરમિયાનની છે. તેણે આ તસવીર શેર કરતાં લખ્યું છે કે, "હા હા, શિફોન સાડી અને બરફાચ્છાદિત પહાડોમાં 25 દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યા નીવડી શકે છે. તેથી મેં આ પસંદ કર્યું. #ગેમઓવર #એક્ટર્સ લાઇફ."



ટ્રેલરમાં પણ દેખાય છે પગમાં થયેલો પ્લાસ્ટર
તાજેતરમાં જ રિલીઝ થયેલા ગેમઓવરના ટ્રેલરમાં પણ તાપસી પન્નૂના પગમાં પ્લાસ્ટર થયેલો જોવા મળે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે તાપસીના આ ઘાવ મેકઅપ દ્વારા બનાવવામાં આવ્યા છે. જણાવીએ કે ગઇ કાલે અટલે કે શનિવારે પણ તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગેમ ઓવરના સેટ પર લૂડો રમતી જોવા મળે છે.

આ પણ વાંચો : Bharat Box Office Collection:સલમાન ખાનની ફિલ્મ 122 કરોડને પાર

આ ફિલ્મનું નિર્દેશન અશ્વિન સરવનને કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ ત્રણ એટલે તામિલ, તેલુગૂ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. તાપસીની આ ફિલ્મ 14 જૂનના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેનું નિર્માણ અનુરાગ કશ્યપે કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે તાપસી પન્નૂ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ બદલામાં જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2019 02:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK