શાહરૂખ ખાન નવેમ્બરમાં રાજકુમાર હિરાણીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

Published: 17th September, 2020 15:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિલ્મમાં કિંગ ખાનની સાથે તાપસી પન્નુ જોવા મળશે, 'બાયો બબલ' કનસેપ્ટના આધારે ફિલ્મનું શૂટિંગ થશે

શાહરૂખ ખાન, રાજકુમાર હિરાણી
શાહરૂખ ખાન, રાજકુમાર હિરાણી

લૉકડાઉન પછી બૉલીવુડની ફિલ્મોના શૂટિંગ શરૂ થઈ ગયા છે અને સેલેબ્ઝે પણ કામ શરૂ કરી દીધું છે હવે આ યાદીમાં બૉલીવુડના 'કિંગ ખાન' શાહરૂખ ખાન (Shahrukh Khan)નું પણ નામ પણ જોડાય ગયું છે. શાહરુખ ખાન નવેમ્બર મહિનામાં રાજકુમાર હિરાણી (Rajkumar Hirani)ની ફિલ્મનું 'બાયો બબલ' કનસેપ્ટના આધારે શૂટિંગ શરૂ કરશે તેવી માહિતી મળી છે.

શાહરૂખ ખાનને સ્ક્રિન પર જોવા માટે સહુ કોઈ આતુર છે. મળતી માહિતી પ્રમાણે, કિંગ ખાન અને રાજકુમાર હિરાણી છેલ્લા દસ મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. હિરાણીની ફિલ્મમાં હીરોની સરખામણીએ હિરોઈનનો રોલ એટલો મોટો નથી હોતો. જોકે તાપસી પન્નુ (Taapsee Pannu)આ ફિલ્મમાં હશે તેવી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ શાહરુખના બેનર હેઠળની ફિલ્મ 'બદલા' કરી હતી. તેમાં તાપસીનું કામ શાહરુખને ગમ્યું હતું. હવે બદલામાં તેને આ જ બેનરની હજુ એક ફિલ્મ મળી રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે મે-જૂન મહિનામાં કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીને લીધે તે શક્ય ન બન્યું. પણ હવે શૂટિંગ શરૂ થઈ રહ્યાં છે. ધીરે ધીરે તો શાહરુખની ટીમ પણ નવેમ્બરથી કામ શરૂ કરવા ઈચ્છે છે. તેમનું વિદેશનું એક મોટું શેડ્યુઅલ છે. આ પંજાબથી થનારા ઇમિગ્રેશન પર આધારિત છે. માટે કેનેડા શૂટિંગ પર જવાની તૈયારી કરવામાં આવી રહી છે.

શાહરુખના નજીકના સૂત્રોનું કહેવું છે, અભિનેતા આ ફિલ્મ 'બાયો બબલ'ના કન્સેપ્ટ પર શૂટ કરવા ઈચ્છે છે. આ પ્રોસેસમાં અલગ અલગ યુનિટની ટીમ બનાવી લેવામાં આવે છે. આખી યુનિટ સાથે રહે છે. સેમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે. લેન્ડિંગ બાદ એરપોર્ટથી હોટલ અને હોટલથી ગેટ સુધી જે ગાડી અને ડ્રાઈવર અસાઈન કરેલા હશે, તેની સાથે જ ટ્રાવેલ કરે છે. તેમાં બહાર જવાની મંજૂરી હોતી નથી. શોપિંગ કરવાની પણ મનાઈ છે. આ બધું કર્યા પછી તે જ પેટર્નમાં સેમ ફ્લાઈટમાં પરત આવશે. હોટલમાં ટીમને બુફે શેર કરવાની પણ મંજૂરી હોતી નથી. પેક્ડ જમવાનું તેમના રૂમ અથવા વેનિટીમાં આવતું રહેશે. 50-60 લોકોની કાસ્ટ અને ક્રૂની એક યુનિટ હશે જેને બહારનો વ્યક્તિ નહીં મળી શકે અને તેઓ પણ કોઈ બહારના વ્યક્તિને નહીં મળી શકે. આ રીતે સુરક્ષિત રીતે શૂટ પૂરું કરવામાં આવશે

શાહરુખ ખાન આ મહિનાના અંતમાં યશ ચોપરા (Yash Chopra)ના જન્મદિવસ પર સિદ્ધાર્થ આનંદ (Siddharth Anand) સાથેની ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરશે. ત્યારબાદ શાહરુખ ઓક્ટોબરમાં સાઉથના એટલી સાથે 'સનકી'ના પ્રી પ્રોડક્શન પર કામ કરશે. પછી નવેમ્બરથી તે રાજકુમાર હિરાણી સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK