Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Forbes 2020:અક્ષય કુમાર વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર એકમાત્ર ભારતીય

Forbes 2020:અક્ષય કુમાર વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર એકમાત્ર ભારતીય

05 June, 2020 06:03 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Forbes 2020:અક્ષય કુમાર વિશ્વમાં સૌથી વધારે કમાણી કરનાર એકમાત્ર ભારતીય

અક્ષય કુમાર

અક્ષય કુમાર


ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારે બૉક્સ ઑફિસ પર પોતાની મજબૂત પકડ જમાવી છે. જેને કારણે તે વિશ્વના સફળ સેલિબ્રિટીઝમાં સામેલ થઈ ગયો છે. હવે ફોર્બ્સ દ્વારા જાહેર World’s Highest-Paid Celebrities 2020 લિસ્ટમાં અક્ષયની એન્ટ્રી થઈ છે. લિસ્ટમાં જગ્યા મેળવનારા તે એકમાત્ર ભારતીય સેલિબ્રિટી છે.

અક્ષયે આ લિસ્ટમાં હૉલીવુડ એક્ટર્સ વિલ સ્મિથ અને જેનિફર લોપેઝ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. ખૂબ જ જાણીતાં સિંગર રિહાના પણ અક્ષય કરતાં પાછળ છે. જૂન 2019થી મે 2020 દરમિયાન અક્ષય કુમારની કુલ કમાણી 48.5 મિલિયન ડૉલર્સ એટલે કે લગભગ 365 કરોડ રૂપિયા જેટલી છે. અક્ષય લિસ્ટમાં 52માં સ્થાને છે. ગયા વર્ષની તુલનામાં તેનું સ્થાન 19 નંબર પાછળ ખસ્યું છે. ગત વખતે અક્ષય 33મા સ્થાને હતો. ક્યારે અક્ષયની આવક 490 કરોડ કહેવામાં આવી હતી.



ફૉર્બ્સ સાથેની વાતચીતમાં અક્ષય કુમારે કહ્યું કે હું ફક્ત 10 કરોડ કમાવા માગતો હતો. હું પણ આખરે મનુષ્ય છું. જ્યારે મેં 10 કરોડ કમાઇ લીધા તો વિચાર્યું, 100 કરોડ કેમ નથી કમાઇ શકતો. પ્રમાણિકતાથી કહું તો ત્યાર પછી હું ક્યારેય અટક્યો નથી.


ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અક્ષય કુમારમાં હૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષોથી રસ દર્શાવી રહી છે, પણ અક્ષય પોતાને બચાવતો રહ્યો છે. હવે તે એમેઝૉન પ્રાઅમની ફિલ્મ ધ એન્ડ દ્વારા ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યૂ કરવાનો છે. અક્ષય લિસ્ટમાં સામેલ થવાનું એક કારણ આ પણ છે. અક્ષયે કહ્યું કે, તમારે સમય સાથે બદલાવું પણ પડે છે. સ્ક્રીનપ્લેથી લઈને સ્ક્રિપ્ટ અને ટેક્નિક સુધી. શૂટિંગ કરવાની રીત, દર્શકો. બધું જ બદલાઈ જાય છે. મારા ચેક પર શૂન્યની સંખ્યા પણ બદલાઇ ગઈ છે. બધું જ બદલાઈ ગયું છે.

અક્ષય કુમારે આ વર્ષે કોરોના વાયરસના પ્રકોપમાં રાહત કાર્યો માટે મોટું યોગદાન પણ કર્યું છે. તેણે પીએમ કૅર્સ ફન્ડમાં 25 કરોડનું દાન કર્યું છે. આમ કરનાર તે બોલીવુડનો પહેલા સેલિબ્રિટી હતો.


આ લિસ્ટમાં ટૉપ 10 સેલિબ્રિટીઝમાં કાયલી જેનર, કાનયે વેસ્ટ, રોજર ફેડરર, ક્રિસ્ટિયાની રોલનાલ્ડો, લૉયનેલ મેસી, ટાયલર પેરી, નેયમાર, હૉવર્ડ સ્ટર્ન, લેબ્રૉન જેમ્સ અને ડ્વેન જૉનસન સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 06:03 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK