Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૂલી નંબર 1ના સેટ પર લાગી ભયંકર આગ

કૂલી નંબર 1ના સેટ પર લાગી ભયંકર આગ

12 September, 2019 01:10 PM IST | મુંબઈ

કૂલી નંબર 1ના સેટ પર લાગી ભયંકર આગ

કૂલી નંબર 1

કૂલી નંબર 1


વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર 1’ના સેટ પર ગઈ કાલે ભયંકર આગ લાગી હતી. ગોરેગામમાં આવેલી ફિલ્મ સિટીમાં મંગળવારે મધરાત બાદ અંદાજે સાડા બાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. થોડા દિવસ પહેલાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મનો સેટ પ્લાસ્ટિક-ફ્રી કરવામાં આવ્યો છે. આ ફિલ્મના સેટ પર જ્યારે આગ લાગી ત્યારે અંદાજે ૧૫ વ્યક્તિ કામ કરી રહ્યાં હતાં. સેટનો મોટાભાગનો સામાન આગમાં ખાખ થઈ ગયો છે. ફિલ્મનું શૂટિંગ ફરી ક્યારે રજૂ કરવામાં આવશે એ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ અને વાશુ ભગનણી ડિરેક્ટ કરી રહ્યાં છે.

varun-35



જોઈ લો વરુણની ફોટો ઍડિટિંગ સ્કિલ


વરુણ ધવને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોની વિશિષ્ટતા એ છે કે એને તેણે પોતે એડિટ કર્યો છે. મોટાભાગની સેલિબ્રિટીઝ ફોટો એડિટ કરવા માટે પ્રોફેશનલ ટીમ રાખે છે. આ એક એનિમેશન ફોટો છે જેમાં વાદળ ચાલતા અને પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ફોટો શૅર કરતાં વરુણે લખ્યું હતું કે મારી એડિટિંગ સ્કિલથી હું પોતે ઇમ્પ્રેસ છું.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2019 01:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK