ફિલ્મમેકર્સને પોતાની ફિલ્મો કોઈ પણ માધ્યમ પર રિલીઝ કરવાનો અધિકાર છે : ગોલ્ડી બહલ

Published: May 17, 2020, 16:21 IST | Agencies | Mumbai Desk

તાજેતરમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો સિતાબો’ અને ‘શકુંતલા દેવી – હ્યુમન કમ્પ્યુટર’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ગોલ્ડી બહેલ
ગોલ્ડી બહેલ

ફિલ્મમેકર ગોલ્ડી બહલનું કહેવું છે કે ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મોને કોઈ પણ માધ્યમ પર રિલીઝ કરી શકે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો સિતાબો’ અને ‘શકુંતલા દેવી – હ્યુમન કમ્પ્યુટર’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમેકર્સના આ નિર્ણયથી અનેક ડિસ્ટ્રિબ્યુટર્સ અને થિયેટર્સના માલિકોએ નારાજગી દર્શાવી છે. આઇનોક્સ વતી એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘ફિલ્મ રિલીઝ કરવાના પ્રચલિત માધ્યમથી પ્રોડક્શન-હાઉસનું હટવું ચિંતાજનક અને નિરાશા જગાવે છે. સિનેમાઝ અને કન્ટેન્ટ ક્રીએટર્સ એકબીજાને લાભ પહોંચાડે છે. જ્યાં એકનું કામ અન્યની આવકનું માધ્યમ બને છે.’એના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ગોલ્ડી બહલે કહ્યું કે ‘મારું એવું માનવું છે કે તેઓ એ પોઝિશન પર નથી કે પ્રોડ્યુસર્સને સલાહ આપે કે તેમણે શું કરવુ જોઈએ. આ એક બિઝનેસ જેવું છે. પ્રોડ્યુસર્સને એ સ્વતંત્રતા છે કે તે પોતાની ફિલ્મને કયા માધ્યમ પર રિલીઝ કરે. એ પ્રોડ્યુસર્સ પર નિર્ભર કરે છે કે તેઓ પોતાના ઇન્વેસ્ટમેન્ટને કેવી રીતે કવર કરે છે. હું શૂજિતને સપોર્ટ કરું છું. તેઓ જાણે છે કે તેમની ફિલ્મ માટે શું યોગ્ય છે. હા આઇનોક્સે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે અને નિંદા કરી છે, પરંતુ ફિલ્મો દર્શક માટે બનાવવામાં આવે છે અને દર્શકો જ ફિલ્મોનું ભવિષ્ય નક્કી કરતા હોય છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK