Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શરમન જોશી-મુગ્ધા ગોડસેની ફૌજી કૉલિંગનું મોશન પોસ્ટર રિલીઝ, જુઓ કાસ્ટ

શરમન જોશી-મુગ્ધા ગોડસેની ફૌજી કૉલિંગનું મોશન પોસ્ટર રિલીઝ, જુઓ કાસ્ટ

27 December, 2019 12:38 PM IST | Mumbai Desk

શરમન જોશી-મુગ્ધા ગોડસેની ફૌજી કૉલિંગનું મોશન પોસ્ટર રિલીઝ, જુઓ કાસ્ટ

શરમન જોશી-મુગ્ધા ગોડસેની ફૌજી કૉલિંગનું મોશન પોસ્ટર રિલીઝ, જુઓ કાસ્ટ


ફિલ્મ અભિનેતા શરમન જોશી, રાંઝા વિક્રમ સિંહ, બિદિતા બૈગ, માહી સોની, મુગ્ધા ગોડસે, ઝરીના વહાબ, શિરીષ શર્મા અભિનિત ફિલ્મ 'ફૌજી કૉલિંગ'નું મોશન પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સિપાઇઓના જીવન પર આધારિત છે. આમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ફોન કૉલ તેમના જીવનને બદલી નાખે છે અને ઘરના બધાં જ સભ્યો સિપાહીના જીવનની રક્ષાની કામના કરવા લાગે છે.




આ ફિલ્મના માધ્યમથી સિપાહીઓના ઘરવાળાની સ્થિતિ દર્શાવવામાં આવશે. આ ફિલ્મ વિશે શરમન જોશીએ કહ્યું કે 'ફૌજી કૉલિંગ' એક એવા ફોન કૉલ વિશે છે. જેના કારણે ફક્ત સીમા પર હાજર સિપાહીના જીવનમાં જ નહીં પણ તેના ઘર પરિવારવાળાના જીવનમાં પણ પરિવર્તન આવી જાય છે. આપણે યુદ્ધ પર આધારિત કેટલીય ફિલ્મો જોઈ છે પણ આ ફિલ્મમાં એ બતાવવામાં આવશે કે કેવી રીતે એક ફોન કૉલથી સિપાહીના જીવનમાં પરિવર્તન આવી જાય છે.


આ વિશે ફિલ્મના લેખક અને નિર્દેશક આર્યન સક્સેનાએ કહ્યું, "હું આ ફિલ્મને લઈને ઘણાં સમયથી કામ કરી રહ્યો છું. તાજેતરમાં જ આ ફિલ્મનું motion-picture શૅર કરવામાં આવ્યું છે. તે આ ફિલ્મનો એક નાનકડો ભાગ છે. આ ફિલ્મ ભારતીય સેનાના શહીદો અને તેમના પરિવારની સ્ટોરી છે. આ ફિલ્મ યુદ્ધ, પ્રેમ અને સેક્રિફાઇસ વિશે છે. આ ફિલ્મમાં શરમન જોશી, મુગ્ધા ગોડસે અને બીજા બધાંએ ખૂબ જ સારું કામ કર્યું છે. મને આશા છે કે આ ફિલ્મ દર્શકોની આશાઓ પૂરી કરી શકશે."

આ પણ વાંચો : Christmas 2019: બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી

આર્યન સક્સેના દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ ફેબ્રુઆરી 2020માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. બધા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના મોશન પોસ્ટર લૉન્ચ દરમિયાન આખી સ્ટારકાસ્ટ હાજર હતી. બધાએ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા છે. આ ફિલ્મને પણ એક વૉર ફિલ્મની જેમ શૂટ કરવામાં આવી છે. ફિલ્મના પોસ્ટર લૉન્ચ સમયે પણ ખૂબ જ મસ્તી કરી.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 12:38 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK