Christmas 2019: બોલીવુડના કલાકારોએ પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી
Updated: 26th December, 2019 19:47 IST | Adhirajsinh Jadeja
ક્રિસમસના દિવસે બોલીવુડના સ્ટાર કલાકાર અનિલ કપુરે પુરા પરીવાર સાથે ફોટો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અનિલ કપુર હાલ પરિવાર સાથે લંડનમાં રજા માણી રહ્યો છે.
1/16
બોલીવુડની બેબો એટલે કે કરીના કપુરે પણ ક્રિસમસની ઉજવણી પરીવાર સાથે કરી હતી. તે પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સહિત સમગ્ર કપુર પરિવાર ભેગું થયું હતું.સ્વ. શશી કપુરની પરંપરા હજુ કપુર પરિવારમાં ચાલી રહી છે.
2/16
બોલીવુડ અભિનેત્રી પ્રિયંક ચોપરાએ પણ ક્રિસમસની ઉજવણી પરિવાર સાથે કરી હતી. તે હાલ અમેરિકા છે. પતિ નિક જોનસ અને તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે પરિવાસ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
3/16
કરીના કપુર ખાને પોતાના ઘરે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યા ફિલ્મ મેકર કરણ જોહર, અમ્રિતા અરોરા, સીમા ખાન અને મલાઇકા અરોરા સહિતના કલાકારો પહોંચ્યા હતા. કરણ જોહરે કરિના કપુર સાથેની સેલ્ફી પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
4/16
સંજય દત્તે પરિવાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘રજાના દિવસોમાં પરિવાર સાથે સમય પસાર કરવો તે સૌથી બેસ્ટ છે.’
5/16
રોહિત શેટ્ટી, કેટરીના કૈફ અને અક્ષય કપુરે શુર્યવંશી ફિલ્મનું પ્રોમોશ્નલ સોન્ગના શુટ પરથી ક્રિસમસની શુભેચ્છાઓ પોતાના ચાહકોને પાઠવી હતી.
6/16
અભિનેત્રી સન્ની લિયોની અને તેના પતિ ડેનિયલે ક્રિસમસના દિવસે પોતાના નામની ટી-શર્ટ પહેરીને ફોટો શરે કર્યો હતો અને બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.
7/16
ઐશ્વર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યા સાથે ક્રિસમસના દિવસે ફોટો શેર કર્યો હતો અને પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. ફોટોમાં પાછળના ભાગમાં ઐશ્વર્યા રાયના પિતા સ્વ. ક્રિશ્નરાજ રાયનો ફોટો જોવા મળી રહ્યો છે.
8/16
કાજોલ અને અજય દેવગણે ક્રિસમસની પાર્ટીમાં જતાં પહેલા ફોટો સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો અને પોતાના ચાહકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.
9/16
મલાઇકો અરોરાએ ક્રિસમસના દિવસે ક્રિસમસ ટ્રી સાથેનો ફોટો શેર કર્યો હતો.
10/16
રણવીર સિંહ અને દીપિકા પાડુકોણ પણ ક્રિસમસના દિવસે ફોટો શેર કરી પોતાના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.
11/16
અક્ષય કુમાર સાન્તા બનીને પુત્રી નિતારા સાથે ક્રિસમસ ઉજવી હતી. ક્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયામાં આ ફોટો શેર કર્યો હતો.
12/16
વરૂણ ધવને સાન્તા બનીને બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. હાલ વરૂણ ધવન પોતાની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3D ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
13/16
કાર્તિક આર્યન અને જાહન્વી કપુરે પોતાની આવનારી ફિલ્મ દોસ્તાના 2ના શુટીંગ દરમ્યાન ક્રિસમસની શુભેચ્છાઓ પોતાના ચાહકોને આપી હતી.
14/16
અભિનેતા સંજય કપુર અને મલાઇકા અરોરાએ ક્રિસમસની ઉજવણી સાથે કરી હતી. સંજય કપુરે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.
15/16
યુવા અભિનેત્રી ક્રિતી સેનન અને બહેન નુપુરે ક્રિસમસની ઉજવણી NGO 'આશા દાન'ના બાળકો સાથે કરી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK