Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું નસીબદાર છું કે પહેલી જ ફિલ્મમાં અબ્બાસ-મસ્તાન સાથે મને કામ કરવા મળ્યું : કપિલ શર્મા

હું નસીબદાર છું કે પહેલી જ ફિલ્મમાં અબ્બાસ-મસ્તાન સાથે મને કામ કરવા મળ્યું : કપિલ શર્મા

16 August, 2015 04:54 AM IST |

હું નસીબદાર છું કે પહેલી જ ફિલ્મમાં અબ્બાસ-મસ્તાન સાથે મને કામ કરવા મળ્યું : કપિલ શર્મા

હું નસીબદાર છું કે પહેલી જ ફિલ્મમાં અબ્બાસ-મસ્તાન સાથે મને કામ કરવા મળ્યું : કપિલ શર્મા



kapil



કપિલ શર્મા પોતાને નસીબદાર માને છે કે તે ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ૩૪ વર્ષના કપિલે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે ‘રેસ’, ‘રેસ ૨’ અને ‘ઐતરાઝ’ જેવી હિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર દ્વારા ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ થશે. કપિલ કહે છે, ‘હું પોતાને ધન્ય માનું છું કે મારી પહેલી જ ફિલ્મમાં મને ખૂબ જ ટૅલન્ટેડ ડિરેક્ટરો અબ્બાસ-મસ્તાન સાથે કામ કરવા મળ્યું. આ ફિલ્મ કરવા માટે હું પૉઝિટિવ હતો. મેં કદી વિચાર્યું પણ નહોતું કે મને તેમની સાથે કામ કરવાનો ચાન્સ મળશે. હું ખુશ છું અને મને પોતાના પર ગર્વ છે.’

ઍક્શન થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા અબ્બાસ મસ્તાન પહેલી વાર કૉમેડી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મનો પ્લૉટ કપિલને ખૂબ જ પસંદ પડ્યો છે, જેમાં તેની ત્રણ પત્નીઓ અને એક ગર્લફ્રેન્ડ હોય છે. આ વિશે કપિલ કહે છે, ‘બૉલીવુડમાં આપણે બે પત્નીઓનો કન્સેપ્ટ ઘણી વાર જોયો છે. આ ફિલ્મમાં અમારી પાસે ત્રણ પત્નીઓ અને એક ગર્લફ્રેન્ડનો કન્સેપ્ટ છે. આ થોડું વિચિત્ર છે, પરંતુ અમે ખૂબ જ મજા કરી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતી વખતે મને ખૂબ જ મજા આવી હતી અને હું આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતો.’

કપિલને પૂછવામાં આવ્યું હતું કે શું તે ફિલ્મી કરીઅરના કારણે ટીવી છોડી દેશે? એના જવાબમાં કપિલ કહે છે, ‘ટીવીએ મને બધું જ આપ્યું છે. હું ટીવી અને ફિલ્મો બન્ને ક્ષેત્રમાં કામ કરીશ.’

કપિલ તેની બૅક ઇન્જરી બાદ લગભગ બે અઠવાડિયાં બાદ તેના કૉમેડી શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં આવ્યો છે અને આ વિશે તે કહે છે, ‘મારા શોને મળેલા પ્યાર બદલ હું ખૂબ જહૃ ખુશ છું. અમારા શો માટે મળી રહેલા આશીર્વાદ બદલ હું ખૂબ જ ખુશ છું.’

‘કિસ કિસકો પ્યાર કરું’માં કપિલની સાથે અરબાઝ ખાન, મંજરી ફડનીસ, સિમરન કૌર મુંડી, એલી અવરામ, સાંઈ લોકુર અને વરુણ શર્મા જેવાં કલાકારો પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને પચીસ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2015 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK