થર્ટીફર્સ્ટ નાઇટની પાર્ટીમાં પર્ફોમ કરવા પરિણીતીએ ફી અડધી કરી નાખી

Published: 28th November, 2012 03:25 IST

હજી તો ન્યુ યર આવવાને એક મહિના કરતાંય વધુ સમય બાકી છે, પણ આ વર્ષની બિગેસ્ટ અને હૉટેસ્ટ પાર્ટીઓનું આયોજન થવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે.


બિગ શોઝ અને પ્રાઇવેટ પાર્ટીઓનું આયોજન કરનારાઓએ તેમના શો માટે બૉલીવુડના મોટા સિતારાઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. એવું જાણવા મળ્યું છે કે પરિણીતી ચોપડાએ ઇમ્પોર્ટન્ટ નાઇટની ઑફર મળી જાય એ માટે થઈને તેની હરોળની અન્ય હિરોઇનો કરતાં પોતાની ફી ઘટાડી નાખી છે.

પરિણીતીને ‘ઇશકઝાદે’ના કો-સ્ટાર અજુર્ન કપૂર સાથે લોનાવલાના ફેમસ હૉટસ્પૉટ પર પર્ફોમ કરવા માટેની ઑફર મળી હતી. આયોજકોની ઇચ્છા હતી કે પરિણીતી તેમના શોનો ભાગ બને. એ સાથે તેમની બીજી અભિનેત્રીઓની સાથે પણ વાતચીત ચાલી રહી હતી. પરિણીતીએ આ ઑફરમાં રસ બતાવ્યો અને પોતાની ૫૦ ટકા ફી પણ ઘટાડી દીધી. તેને કોઈ પણ હિસાબે આ ઑફર મેળવીને રેસ જીતી લેવી હતી.

ઑર્ગેનાઇઝર સાથે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા મુજબ પરિણીતીને પહેલાં ૨૦ લાખ રૂપિયા ઑફર કરવામાં આવ્યા હતા, પણ આખરે તે ખૂબ ઓછી રકમમાં પર્ફોમ કરવા તૈયાર થઈ ગઈ હતી. આયોજકો તો એનાથી ખુશખુશાલ થઈ ગયા છે.

પરિણીતી ઉપરાંત યામી ગૌતમ, ઇલિએના ડિક્રુઝ અને આલિયા ભટ્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ વાતને રદિયો આપતાં પરિણીતી કહે છે, ‘ન્યુ યરની સાંજના મોકાને જોતાં હું નૉર્મલી ચાર્જ કરું એના કરતાં ડબલ ચાર્જ કરવાનો આ મોકો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK