મારા પર કાદવ ઉછાળવાના ઇરાદે જાતીય શોષણના આરોપો મુકાયા : આદિત્ય પંચોલી

Updated: May 16, 2019, 14:13 IST | ફૈઝાન ખાન | મુંબઈ

ટૉપ ઍક્ટ્રેસે બૉલીવુડના સિનિયર ઍક્ટર આદિત્ય પંચોલીએ ૧૩ વર્ષ પૂર્વે જાતીય શોષણ કર્યાના આરોપ મૂક્યાના કેટલાક દિવસો પછી આદિત્યે એક વિડિયો ‘મિડ ડે’ના પ્રતિનિધિ સાથે શૅર કર્યો છે.

આદિત્ય પંચોલી
આદિત્ય પંચોલી

ટૉપ ઍક્ટ્રેસે બૉલીવુડના સિનિયર ઍક્ટર આદિત્ય પંચોલીએ ૧૩ વર્ષ પૂર્વે જાતીય શોષણ કર્યાના આરોપ મૂક્યાના કેટલાક દિવસો પછી આદિત્યે એક વિડિયો ‘મિડ ડે’ના પ્રતિનિધિ સાથે શૅર કર્યો છે. એ વિડિયોમાં આરોપ મૂકનાર ઍક્ટ્રેસના વકીલ રિઝવાન સિદ્દિકી આદિત્ય પંચોલી અને એમનાં પત્ની ઝરીના વહાબ સાથે કેસની ચર્ચા કરતા દેખાય છે. પાંચ મિનિટ-પચાસ સેકન્ડનો એ વિડિયો છૂપી રીતે સ્ટિન્ગ ઓપરેશન વડે રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.

એ ટેપના સંદર્ભમાં આદિત્ય પંચોલીએ જણાવ્યું હતું કે ‘અંગત સ્વાર્થ માટે મારી આબરૂ પર કાદવ ઉછાળવાના બદઇરાદે મારા પર આરોપ મૂકવામાં આવ્યા હતા એ હકીકત છે. હવે સત્ય પ્રકાશિત થયું હોવાથી કાયદો એનું કામ કરશે. ન્યાય મારે પક્ષે આવવાની મને ખાતરી છે.’

આદિત્ય પંચોલીએ ૧૧ મેએ કંગના અને રંગોલી વિરુદ્ધ લેખિત ફરિયાદ સાથે વર્સોવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે પણ આ વિડિયો શૅર કર્યો છે. આદિત્ય પંચોલીએ એક પત્રમાં જણાવ્યું હતું કે ‘અંધેરીની ૪૪મી ર્કોટના મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ સમક્ષ કંગના અને રંગોલી વિરુદ્ધ કેસ ફાઇલ કર્યા પછી સમન્સ બહાર પાડવામાં આવ્યા છતાં એ બન્નેએ અદાલતમાં હાજરી આપી નહોતી. હવે એ બન્ને મેં બે વર્ષ પહેલાં ફાઇલ કરેલા ચાર કેસ પાછા ખેંચાવવા માટે દબાણ લાવવાની અનેક યુક્તિઓ અજમાવે છે. એમાં ઉમેરા રૂપે ઘેરબેઠાં ઘડી કાઢેલા આરોપો ઉછાYયા છે. ૧૪ વર્ષ પછી ઉછાળેલા એ આરોપ નર્યા જૂઠાણાં છે.’

આ પણ વાંચો : મુંબઈ: કચરાના ડબ્બામાંથી મળેલું મંગળસૂત્ર માલિકને પાછું સોંપી દીધું

આદિત્ય પંચોલીએ વિડિયોની વિશ્વસનિયતા સાબિત કરવા માટે વિડિયોનું વેરિફિકેશન કરનારી પ્રાઈવેટ એજન્સીનું સર્ટિફિકેટ પણ આપ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK