Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નતાશા સૂરિ કોરોના પૉઝિટિવ આવતાં પ્રમોશન નહીં કરે

નતાશા સૂરિ કોરોના પૉઝિટિવ આવતાં પ્રમોશન નહીં કરે

10 August, 2020 12:30 PM IST | Mumbai Desk
Agencies

નતાશા સૂરિ કોરોના પૉઝિટિવ આવતાં પ્રમોશન નહીં કરે

નતાશા સૂરિ કોરોના પૉઝિટિવ આવતાં પ્રમોશન નહીં કરે


નતાશા સૂરિ કોરોના પૉઝિટિવ આવતાં તે હવે તેના આગામી પ્રોજેક્ટ ‘ડેન્જરસ’ને પ્રમોટ નહીં કરે. આ પ્રોજેક્ટમાં એક યુવાન ઑન્ટ્રપ્રનરની વાત કરવામાં આવી છે જેની પત્ની કિડનૅપ થઈ હોય છે. આ વિશે નતાશાએ કહ્યું હતું કે ‘હું બીમાર હતી અને ઑગસ્ટથી હોમ ક્વૉરન્ટીન હતી. પહેલી ઑગસ્ટે હું અગત્યના કામ માટે પુણે ગઈ હતી અને મને ત્યારે જ આ વાઇરસ લાગ્યો હશે એવું મને લાગે છે. મને લાગે છે કે આ વાઇરસ મેં મારી નાની અને બહેન રૂપાલીને પણ લગાડ્યો છે. તેઓ પણ બીમાર છે. જોકે ભગવાનની કૃપાથી અમે બધાં જલદી સારાં થઈ રહ્યાં છીએ. અમે મારી ફિલ્મ ‘ડેન્જરસ’ને પ્રમોટ કરી રહ્યાં હતાં જેને 14 ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. હું મારા કો-સ્ટાર્સ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે ફિલ્મને પ્રમોટ કરવાની હતી, પરંતુ હવે હું એના પ્રમોશનમાં ભાગ નથી લઈ રહી. મને થોડી અશક્તિ લાગી રહી છે, પરંતુ માનસિક રીતે હું મારી ફિલ્મની રાહ જોઈ રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 12:30 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK