Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ પછી આ બોલીવૂડ પ્રોડ્યુસરની ડ્રગ્સ ચેટનો ખુલાસો

દીપિકા પાદુકોણ પછી આ બોલીવૂડ પ્રોડ્યુસરની ડ્રગ્સ ચેટનો ખુલાસો

23 September, 2020 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીપિકા પાદુકોણ પછી આ બોલીવૂડ પ્રોડ્યુસરની ડ્રગ્સ ચેટનો ખુલાસો

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સના અલગ કેસ અંગે તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) જેમ જેમ કેસમાં ઉંડી ઉતરી રહી છે તેમ તેમ નવી વાતો ઉપર પ્રકાશ પડી રહ્યો છે.

NCBબે દિવસથી ટેલેન્ટ મેનેજર જયા સહાની પૂછપરછ કરી રહી છે જેમાં વધુ ખુલાસાઓ કર્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણની ડ્રગ્સ સંબંધિત ચેટ બાદ પ્રોડ્યુસર મધુ મંતેના(Madhu Mantena)ની ડ્રગ્સ ચેટનો પણ ઘટસ્ફોટ થયો છે. ફિલ્મ ઉડતા પંજાબના પ્રોડ્યુસર એવા મધુ મંતેના અને જયા સહા એક જ કંપનીના ડિરેક્ટર છે. આ બન્ને વચ્ચે 22 જૂન 2020ની એક ચેટ સામે આવી છે જેમાં મધુએ જયા વિડ માગી છે.



એનસીબીએ આ મામલે બુધવારે મધુ મંતેનાને તેમની કચેરી ખાતે નિવેદન નોંધવા બોલાવ્યા હતા. પ્રોડ્યુસર મધુ મંતેના સવારે 11.30 કલાકે દક્ષિણ મુંબઈ ખાતે એનસીબીના ગેસ્ટ હાઉસ ખાતે પહોંચ્યા છે. આ ઉપરાંત જયા સહાને પણ બુધવારે એનસીબીએ ફરી વખત પૂછપરછ માટે બોલાવી છે. એનસીબી દ્વારા અગાઉ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ આ કેસમાં ધરપકડ કરાઈ છે. એનસીબીએ મંગળવારે બોલીવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ અને ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના સીઈઓ ધ્રૂવ ચિતગોપેકરને પણ સમન્સ પાઠવી નિવેદન આપવા માટે બોલાવ્યા હતા. જો કે દીપિકાની મેનેજર કરિશ્મા નાદુરસ્ત તબિયતને પગલે હાજર રહી શકી નહતી. એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે જો જરૂર જણાશે તો દીપિકાને પણ સમન પાઠવવાની કાર્યવાહી કરાશે.  


પ્રોડ્યુસર મધુ મંતેના એનસીબી કચેરીએ હાજર થયા છે. જ્યારે એનસીબીએ સતત ત્રીજા દિવસે જયા સહાને પણ બોલાવી છે. જયા સહાએ અત્યાર સુધીમાં બોલીવૂડમાં ડ્રગ્સની લતને લઈને શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર, રિયા ચક્રવર્તીની સાથે ચેટ કરી હોવાનું સામે આવ્યું છે. જયાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે બોલીવૂડમાં મોટાભાગના સેલેબ્સ ડિપ્રેશનનો શિકાર છે. તેમણે આ કલાકારોને ખુશ કરવા ડ્રગ્સ મોકલ્યું હતું. એનસીબીને શંકા છે કે જયા ડ્રગ્સના પ્રશ્નો પર એજન્સીને ગુમરાહ કરી રહી છે અને તેના ક્લાયન્ટને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK