Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday:ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણી, જેણે લોકોના દિલ ચોરી લીધા

Happy Birthday:ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણી, જેણે લોકોના દિલ ચોરી લીધા

13 June, 2019 05:34 PM IST | મુંબઈ

Happy Birthday:ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટણી, જેણે લોકોના દિલ ચોરી લીધા

દિશા પટણી

દિશા પટણી


આજે 26 વર્ષની થઈ ગયેલી દિશા પટણી બોલીવુડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે. એની એક્ટિંગની સાથે એમની ગ્લેમરસ તસવીર પણ એના ફૅન્સ પસંદ કરે છે. પછી તસવીરમાં એમની વર્કઆઉટની તસવીર હોય કે પછી કોઈ ફોટોશૂટ. દિશા પણ ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફૅન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે. દિશા ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ છે. એ સિવાય દિશાની ઓળખ સામાન્ય યુવતીથી સફળ અભિનેત્રીનો સફર નક્કી કરનારી છોકરીની છે. આવો દિશાના બર્થ-ડે પર જાણીએ એના જીવનનુ સીક્રેટ અને રોચક વાતો.

disha-01



જ્યારે ગ્લેમરસ નહીં ક્યૂટ દેખાતી હતી દિશા


ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા પહેલા દિશા ગ્લેમરસ નહોતી લાગતી. સોશિયલ મીડિયા પર હાજર એની જૂની તસવીરો જોઈને તમે સરળતાથી જાણી જશો કે એમણે પોતાના લૂક પર ઘણી મહેનત કરી છે. પહેલા તે ઘણી અલગ દેખાતી હતી. હા પણ તે ઘણી ક્યૂટ પણ હતી.

disha-02


500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી

દિશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી. હું એકલી હતી અને કામ કરતી હતી, પણ પરિવારથી મદદ લીધી નથી.

તેલુગુ ફિલ્મ લોફરથી કરી શરૂઆત

ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશાનો પરિવાર ઉત્તરાખંડ ટનકપુરમાં રહે છે. એના પિતા જગદીશ સિંહ પટણી ડીસીપી હતા. દિશાને એક ભાઈ અને એક બહેન છે. દિશાએ તેલુગુ ફિલ્મ લોફર (2015)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદ તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી. બૉલીવુડમાં એમનો સફર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી (2016)થી શરૂ થયો હતો.

આ પણ વાંચો : સુહાના ખાનની શોર્ટ ફિલ્મ જોવા માટે થઈ જાઓ તૈયાર

ભારતમાં દિશાનો રોલ દર્શકોને ઘણો પસંદ આવ્યો

હાલમાં દિશા ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે અને ભારતમાં એનો રોલ પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

દિશાનું સીક્રેટ

દિશા સારી ડાન્સર છે. રણબીર કપૂર દિશા પટણીનો ક્રશ હતો. દિશા રણબીરનું પોસ્ટર જોઈને જ ખુશ થઈ જતી હતી. દિશાએ ટાઈગર શ્રોફ પહેલા ટીવી એક્ટર પાર્થ સમથાનને એક વર્ષ સુધી ડેટ કરી રહી હતી. એના બ્રેકઅપનું કારણ સામે નહીં આવ્યું. થોડા સમય પહેલા દિશા અને ટાઈગર વચ્ચેના અંતર પર મીડિયા રિપોર્ટ આવી હતી, પરંતુ હવે બધુ ઠીક છે. દિશા અને ટાઈગર હંમેશા ઈવેન્ટમાં સાથે જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 05:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK