સુહાના ખાનની શોર્ટ ફિલ્મ જોવા માટે થઈ જાઓ તૈયાર

Published: 13th June, 2019 15:18 IST | મુંબઈ

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એમા તે કારની આગળની સીટ પર બેસેલી દેખાઈ રહી છે.

સુહાના ખાન
સુહાના ખાન

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એમા તે કારની આગળની સીટ પર બેસેલી દેખાઈ રહી છે. આ મોનોક્રોમ તસવીર સુહાના ખાનના એક ફેન ક્લબ પેજથી શૅર થઈ છે. એનું કેપ્શન છે, સુહાના ખાનની એક શોર્ટ ફિલ્મનો સીન. આ બૉલીવુડ ફિલ્મ નથી. આ શૉર્ટ ફિલ્મને સુહાનાના ફ્રેન્ડ્સ બનાવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

📹 | Still from her upcoming short film ...✨ P.S. - this is not a Bollywood film . This film made by her friend in her School 🙏

A post shared by Suhana Khan ⭐ (@suhanakhan143) onJun 11, 2019 at 9:23pm PDT

 

શાહરૂખ પહેલા પણ જણાવી ચૂક્યા છે કે સુહાના એક્ટ્રેસ બનવા ઈચ્છે છે, જ્યારે એમનો દીકરો આર્યન ડાયરેક્ટર બનવા માંગે છે. હવે આ શૉર્ટ ફિલ્મને જોઈને લાગે છે કે સુહાનાએ એક્ટ્રેસ બનવાની તૈયારી પૂરજોશથી ચાલુ કરી દીધી છે. ગયા વર્ષે પણ સુહાના ખાનની આવી જ તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે પણ તે ફ્રેન્ડ્સ સાથે શૂટિંગ કરી રહી હતી.

સુહાના ખાન UKમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ ફિલ્મો અને બૉલીવુડ માટે એની ઇચ્છા એની તસવીરો અને સોશિયલ મીડિયા એક્ટિવિટીથી છલકાઈ રહી છે. થોડા સમય પહેલા તે કોલકાત્તા આવી હતી. જ્યા એણે ગૌરી ખાન સાથે એક ફૅમિલી ફ્રેન્ડના લગ્નમાં હિસ્સો લીધો હતો. સુહાનાનો ડાન્સ વીડિયો પણ વાયરલ થયો હતો. લગ્નમાં સુહાના સાડી પહેરીને પહોંચી હતી અને લહેંગામાં પણ એની તસવીરો સામે આવી હતી.

આ પણ વાંચો : આ મ્યૂઝીશિયનને ડેટ કરી રહી છે આમિર ખાનની દીકરી ઈરા ખાન

હકીકતમાં, સુહાના ખાન ઘણી લોકપ્રિય છે. સોશિયલ મીડિયા પર એના ફૅન ફોલોઅિંગ વધારે છે. લોકો સુહાનાના ફોટો માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK