દિશા પટાણીએ આદિત્ય ઠાકરેને જન્મદિવસે આ રીતે આપી શુભેચ્છાઓ

Updated: Jun 13, 2020, 19:58 IST | Gujarati mid-day Online correspondent | Mumbai Desk

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શૅર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દિશા પટણી
દિશા પટણી

બોલીવુડ અભિનેત્રી દિશા પટણી જ્યાં આજે પોતાનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, તો આદિત્ય ઠાકરે પણ આજે પોતાનો 30મો જન્મદવિસ સેલિબ્રેટ કરી રહ્યા છે. લકડાઉનને કારણે દિશા અને આદિત્ય પોતાના ઘરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે મજબૂર છે. જ્યાં દિશા અને આદિત્યનો જન્મદિવસના અવસરે અનેક વધામણીઓ મળી રહી છે, તો તાજેતરમાં જ અભિનેત્રી દિશા પટણીએ આદિત્યને જન્મદિવસની વધામણી આપી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શૅર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Disha Patani Shared a Story

આ તસવીર શૅર કરતાં દિશા પટણીએ કૅપ્શનમાં લખ્યું છે જન્મદિવસની શુભેચ્છાઓ. દિશા પટણીએ ઇન્સ્ટાગ્રામ સિવાય ટ્વિટર પર પણ આદિત્ય ઠાકરેને વિશ કર્યું છે. અભિનેત્રીએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, "હેપ્પી બર્થડે આદિત્ય ઠાકરે, હંમેશાં આ રીતે જ અમેઝિંગ રહો અને ચમકતાં રહો." અભિનેત્રીના આ ટ્વીટ પર ઘણાં યૂઝર્સ કોમેન્ચ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવવાનું કે, દિશા પટણી અને આદિત્ય ઠાકરેની મિત્રતાને લઈને અમુક સમય પહેલા પણ ઘણી અફવાઓ હતી, જેમાં સમાચાર હતા કે દિશા આદિત્યને ડેટ કરી રહી છે. જો કે, આ બધા સમાચાર પર દિશા અને આદિત્ય બન્નેની કોઇપણ પ્રતિક્રિયા આવી નહોતી. દિશા પટણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી, જેમાં તેની સાથે એભિનેતા આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ હતા. તાજેતરમાં જ 'મલંગ' નેટફ્લિક્સ પર નંબર વન પર ટ્રેન્ડ પણ કરતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK