ઓટીટી પ્લૅટફૉર્મ ‘વૂટ સિલેક્ટ’ની ‘ધ ગગૉન ગેમ’ અને નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ’માં દેખાયેલા સંજય કપૂર ડિજિટલ શોઝને મનોરંજન જગતનું ભવિષ્ય માને છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેણે કહ્યું કે ‘વેબ-શોઝ ટૅલન્ટ અને કન્ટેન્ટ માટે મોટો હૉપ છે. હાલમાં જ મેં ઍમેઝૉનનો એક શો પૂરો કર્યો અને અત્યારે હું નેટફ્લિક્સના એક શો માટે નાશિક છું. આ માધ્યમમાં લેંગ્થ લાંબી હોવાથી તમામ પાત્રો ભજવતા કલાકારને ચાન્સ મળે છે પોતાની પ્રતિભા દર્શાવવાનો. કલાકારની સાથે રાઇટર અને ડિરેક્ટર પણ પોતાની ટૅલન્ટ દર્શાવી શકે છે.’
નાઇન્ટીઝમાં આવેલી સંજય કપૂરની ‘રાજા’ અને ‘સિર્ફ તુમ’નાં ગીતો આજે પણ અત્યંત લોકપ્રિય છે. એ વિશે વાત નીકળતાં સંજય કહે છે, ‘આજે પણ હું ક્યાંક જાઉં તો લોકો ‘દિલબર દિલબર’, ‘અખિયાં મિલાઉં તુઝે’ અને ‘પહેલી પહેલી બાર મહોબ્બત કી હૈ’ યાદ કરે છે. ગીતોની રીમેક બને છે. ‘મિશન મંગલ’માં તો મેં પોતે મારા ગીત પર ડાન્સ કર્યો હતો! આનંદ થાય છે આ બધું જોઈને.’
સંજય કપૂરની નિર્માતા તરીકે ‘ઇટ્સ માય લાઇફ’ નામની ફિલ્મ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે, જેમાં જેનેલિયા ડિસોઝા અને હરમન બાવેજા મુખ્ય કલાકારો છે.
મારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 ISTરાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 IST