Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બહેનને યાદ કરીને ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું..

બહેનને યાદ કરીને ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું..

14 August, 2019 01:07 PM IST | મુંબઈ

બહેનને યાદ કરીને ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું..

બહેનને યાદ કરીને ભાવુક થયા ધર્મેન્દ્ર, કહ્યું..


રક્ષાબંધનનો પર્વ શુક્રવારે છે. ભાઈ બહેનનો પર્વ ઉજવવા માટે આખો દેશ તૈયાર છે. જો કે બોલીવુડના અભિનેતા ધર્મેન્દ્ર રક્ષાબંધનને લઈ દુઃખી દેખાઈ રહ્યા છે. ધર્મેન્દ્ર જેટલા સારા એક્ટર છે, એટલા જ લાગણીશીલ વ્યક્તિ છે. હંમેશા જૂની વાતો યાદ કરતા કરતા તે ભાવુક થઈ જાય છે. અને સોશિયલ મીડિયામાં તેમની લાગણી શબ્દોમાં દેખાય છે. હવે ધર્મેન્દ્ર રક્ષાબંધનને લઈ લાગણીશીલ થયા છે.

ભાઈ બહેના પ્રેમના પ્રતીક રૂપી આ તહેવારે બહેનો ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષાનું વચન લે છે. ત્યારે ધર્મેન્દ્ર એક એવી બહેનને યાદ કરીને ભાવુક થયા છે, જેમણે સંઘર્ષના દિવસોમાં તેમને સાથ આપ્યો હતો.




ધર્મેન્દ્રની આ માનેલી બહેન તેમના જગામની હતી અને મુંબઈમાં માટુંગા રોડ વિસ્તારમાં રેલવે ક્વાર્ટરમાં રહેતા હતા. ધર્મેન્દ્ર જ્યારે હીરો બનવા મુંબઈ આવ્યા, તો આ બહેનના ઘરે જ રોકાયા હતા. તેઓ ધર્મેન્દ્રને પોતાના ભાઈ માનતા હતા અને દર વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધતા હતા. ધર્મેન્દ્રએ બહેનનો ફોટો શૅર કરી તેમને યાદ કર્યા છે. સાથે જ દેશના તમામ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી છે.


ઉલ્લેખનીય છે કે હિન્દી સિનેમામાં પડદા પર ધર્મેન્દ્રએ તમામ એવી ફિલ્મો કરી છે, જેમાં તેમણે જવાબદાર ભાઈનું પાત્ર ભજવ્યું છે. રેશમ કી ડોરી જેવી ફિલ્મો તેમના પાત્રને દર્શાવે છે. આ ફિલ્મનું ગીત આજે પણ રક્ષાબંધનના ગીતોની યાદીમાં ફેમસ છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 01:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK