Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેમા માલિની માટે ધર્મેન્દ્ર ખૂબ જ અદ્ભુત પાર્ટનર છે : જયા બચ્ચન

હેમા માલિની માટે ધર્મેન્દ્ર ખૂબ જ અદ્ભુત પાર્ટનર છે : જયા બચ્ચન

17 February, 2016 05:49 AM IST |

હેમા માલિની માટે ધર્મેન્દ્ર ખૂબ જ અદ્ભુત પાર્ટનર છે : જયા બચ્ચન

હેમા માલિની માટે ધર્મેન્દ્ર ખૂબ જ અદ્ભુત પાર્ટનર છે : જયા બચ્ચન



hema


ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બૉલીવુડમાં ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ કરવામાં આવે છે અને તેમના પ્રશંસકોમાં જયા બચ્ચનનો પણ સમાવેશ થાય છે. જયા બચ્ચનનું માનવું છે કે હેમા માલિની માટે ધર્મેન્દ્ર એકદમ શ્રેષ્ઠ પાર્ટનર છે. આ વિશે વધુ જણાવતાં જયા બચ્ચને હેમા માલિનીના સૉન્ગ-લૉન્ચની ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘ધર્મેન્દ્ર એકમાત્ર એવા હીરો છે જેમનો ફોટો મેં મારા બાળપણમાં સાચવી રાખ્યો હતો. તેથી જ્યારે પણ મને સ્ટેજ પર તેમની સાથે રહેવાની તક મળે છે ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. તેઓ ખૂબ જ અદ્ભુત ઍક્ટર, અદ્ભુત વ્યક્તિ અને હેમા માલિની માટે અદ્ભુત પાર્ટનર છે.’

ધર્મેન્દ્રએ જયા બચ્ચન સાથે ‘ગુડ્ડી’ અને ‘ચુપકે ચુપકે’ જેવી ફિલ્મો કરી છે અને જયા બચ્ચને કરેલાં વખાણ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘‘ગુડ્ડી’ વખતે તેણે મને કહ્યું હતું કે ધરમજી, મેં તમારી ‘અનુપમા’, ‘દેવર’ અને ‘ફૂલ ઔર પથ્થર’ જેવી તમામ ફિલ્મો જોઈ છે. હું આજે પણ નથી ભૂલ્યો કે હું જ્યારે ખુરશી પર બેઠો હતો ત્યારે તેને ઑટોગ્રાફ આપ્યો હતો. હું મારી ગુડ્ડીને કોઈ દિવસ નહીં ભૂલી શકું. તે મારી દીકરી, બહેન બધું જ છે.’

હેમા માલિનીને બિગ બી સાથે ગાવું છે  ધર્મેન્દ્ર દ્વારા લખવામાં આવેલું ગીત


સોમવારે રાતે હેમા માલિનીએ જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં તેમના આલબમ ‘ડ્રીમ ગર્લ’નું ગીત ‘અજી સુનિયે તો ઝરા...’ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથે મળીને લૉન્ચ કર્યું હતું. પરંતુ હેમા માલિની ધર્મેન્દ્ર દ્વારા લખવામાં આવેલા ગીતને અમિતાભ બચ્ચન સાથે ગાવા માગે છે. આ ગીતના લૉન્ચ સમયે હેમા માલિનીએ કહ્યું હતું કે ‘મેં ભૂતકાળમાં કિશોરકુમાર સાથે બે બંગાળી ગીતો રેકૉર્ડર્‍ કર્યાં હતાં ત્યારે પણ હું ખૂબ જ ઉત્સાહી હતી. હું હંમેશાંથી ડાન્સર અને ઍક્ટ્રેસ જ રહી છું, પરંતુ આજે હું સિંગર પણ બની ગઈ છું એના પર મને વિશ્વાસ નથી થતો. આવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું.’

આ ગીતના લૉન્ચ દરમ્યાન ધર્મેન્દ્રએ જાતે લખેલી કવિતા ગાઈને હેમા માલિનીને અભિનંદન પાઠવ્યાં હતાં. એ વખતે હેમા માલિનીએ કહ્યું હતું કે ‘લોકો કહે છે કે તમારે તમારું પુન:નિર્માણ કરવું પડે છે અને ધરમજીએ એ કર્યું છે. મારી એક ઇચ્છા છે. તમે શેર-ઓ-શાયરીમાં ખૂબ જ ઉસ્તાદ છો તેથી તમે (ધમેન્દ્ર) એક ગીત લખો અને હું એ ગાઈશ. મારી સાથે અમિતાભ બચ્ચન પણ ગાશે.’

આ વિશે અમિતાભ બચ્ચને મજાકમાં કહ્યું હતું કે ‘મારાં લગ્નને ૪૨ વર્ષ થઈ ગયાં છે અને ત્યારથી લઈને આજ સુધી હું ગાતો જ રહ્યો છું.’

આ ઇવેન્ટમાં બિગ બીએ વધુમાં જણાવ્યું હતું કે ‘જયા મને કહી રહી હતી કે હેમાજી ખૂબ જ કામ કરે છે, તેમની સામે આપણે કંઈ જ કામ નથી કરતાં. તેઓ પૉલિટિક્સમાં છે, પાર્લમેન્ટમાં હાજરી આપે છે, ડાન્સ કરે છે અને હવે તેઓ ગીત પણ ગાઈ રહ્યાં છે. આપણે કંઈ જ નથી કરતાં. હું આજે તમને એ ખાતરી આપું છું કે અમે પણ આવું કંઈક કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2016 05:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK