Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમૂર પછી સોશિયલ મીડિયા પર વાયરલ, દીપિકાની પદ્માવત લૂકવાળી ડૉલ્સ

તૈમૂર પછી સોશિયલ મીડિયા પર વાયરલ, દીપિકાની પદ્માવત લૂકવાળી ડૉલ્સ

05 March, 2020 05:50 PM IST | Mumbai Desk

તૈમૂર પછી સોશિયલ મીડિયા પર વાયરલ, દીપિકાની પદ્માવત લૂકવાળી ડૉલ્સ

દીપિકા પાદુકોણનો પદ્માવત લૂક

દીપિકા પાદુકોણનો પદ્માવત લૂક


બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની ટૉપ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિઅરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે દીપિકા પાદુકોણ જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. દીપિકાની પૉપ્યુલારિટીનો અંદાજ આ વાતથી લગાડી શકાય છે કે તેને ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દીપિકાને તેના સારા અભિનય માટે અનેક એવૉર્ડ્સથી પણ સન્માનિત કરવામાં આવી છે.

તો હવે તેની પૉપ્યુલારિટીને જોતાં માર્કેટમાં દીપિકા પાદુકોણ જેવી દેખાતી ઢિંગલી પણ આવી ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દીપિકા પાદુકોણ જેવી ઢિંગલી દેખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં દીપિકાની ઢિંગલીનો લૂક 'પદ્માવત'ના લૂક સાથે મળતો આવે છે. આ ઢિંગલીની જ્વેલરીથી લઈને કપડાં સુધી દરેક વસ્તુ પર ઝીણવટથી કામ કરવામાં આવ્યું છે. અહીં સુધી આ ઢિંગલીનું મેકઅપ પણ 'પદ્માવત'માંથી કૉપી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર દીપિકાના લૂકવાળી ઢિંગલી ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.



આ ઢિંગલીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પદ્માવત'ની ખૂબ જ આલોચના થઈ હતી, પણ આ ફિલ્મમાં દીપિકાના લૂકને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ પૉપ્યુલારિટીને જોઇને લગભગ આ લૂકની ઢિંગલી તૈયાર કરવામાં આવી છે. માર્કેટમાં આ ઢિંગલી આવતાં જ ખૂબ જ ઝડપથી આનું વેંચાણ થઈ શકે છે. નોંધનીય છે કે આ પહેલા કરીના કપૂર ખાનના દીકરા તૈમૂર અલી ખાનની ડૉલ પણ માર્કેટમાં આવી ચૂકી છે. તૈમૂરના લૂકવાળી ડૉલ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.



દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ '83'માં કામ કરી રહી છે. આ ફિલ્મ 1980ના વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ છે. રણવીર આ ફિલ્મમાં તે સમયના કૅપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. તો, દીપિકા તેની વાઇફનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 10 એપ્રિલના રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2020 05:50 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK