દિશા વાંકાણીની તેની દીકરી સાથેની તસવીરો તમારા ચહેરા પર લાવશે સ્મિત

Published: Jan 24, 2020, 15:43 IST | Mumbai

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ દિશા વાંકાણી તાજેતરમાં જ પારંપરિક પરિધાનમાં સજ્જ થઇ હતી અને પોતાની દીકરને તેણે બ્લુ જૅકેટમાં તૈયાર કરી હતી

તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @dishavankaniofficial
તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ @dishavankaniofficial

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દિશા વાંકાણી તેના દયા બહેનનાં પાત્રને પગલે ઘેર ઘેર જાણીતું નામ બની ચૂકી હતી. તેની એક્ટિંગની કમાલે દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા અને તેના ફેન્સની સંખ્યા દિવસે દિવસે વધતી ચાલી. જો કે સપ્ટેમ્બર ૨૦૧૭માં મેટરનિટી લીવ લઇને શૉમાંથી નિકળી ગયેલી દિશાએ હજી સુધી લોકોના ફેવરીટ શૉમાં પુનઃપ્રવેશ નથી કર્યો. શૉનાં ટીઆરપી તો હજી પણ ઉપરને ઉપર જઇ રહ્યા છે પણ દિશા શૉમાં પાછી ફરશે કે કેમ તે પ્રશ્ન હજી યથાવત્ છે. તેની એક ઝલક નવરાત્રીના એક એપિસોડમાં જોવા મળી પણ હજી તેનું કમબૅક થવાના કોઇ એંધાણ નથી.તાજેતરમાં જ દિશા વાંકાણીના એક ફેન પૅજ પર તેની નાનકડી દીકરી સ્તુતી સાથેની તસવીરો શૅર કરાઇ. આ તસવીરો કોઇ સામાજિક પ્રસંગે લેવાયેલી છે જેમાં દિશાએ પારંપરિક પરિધાન પહેર્યાં છે અને તેની દીકરી બ્લુ જેકેટમાં એકદમ વહાલી લાગે તેવી જ દેખાય છે. તમે પણ આ તસવીરો પર એક નજર કરો.

 

 બીજી તસવીરમાં દિશા તેના કુટુંબીજનો સાથે પ્રસંગ માણી રહી હોવાનું દેખાય છે. નેટીઝન્સે આ તસવીરો પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે, અને મોટા ભાગનાંએ તેને શૉમાં પાછા ફરવાની અપીલ પણ કરી છે.

 

દિશા વાંકાણીએ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોથી કરી. તેણે થોડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ દયા બહેનનું પાત્ર ભજવ્યા પછી તેની લોકપ્રિયતા એક નવા જ સ્તરે પહોંચી. દિશાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે ૨૦૧૬માં લગ્ન કર્યા. ૨૦૧૭માં દિશાએ દીકરી સ્તુતીને જન્મ આપ્યો અને શૉમાંથી વિદાય લીધી. તારક મહેતા કા ઉલટા ચશ્મા ૨૦૦૮માં શરૂ થયેલો શૉ છે જે ભારતનો સૌથી લાંબા સમયથી ચાલતો સિટ-કોમ શૉ છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK