Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3 Trailer: સ્વાગત કરીએ દબંગ ચુલબુલ પાંડેનું, જુઓ ટ્રેલર

Dabangg 3 Trailer: સ્વાગત કરીએ દબંગ ચુલબુલ પાંડેનું, જુઓ ટ્રેલર

23 October, 2019 07:18 PM IST | મુંબઈ ડેસ્ક

Dabangg 3 Trailer: સ્વાગત કરીએ દબંગ ચુલબુલ પાંડેનું, જુઓ ટ્રેલર

Dabangg 3 Trailer: સ્વાગત કરીએ દબંગ ચુલબુલ પાંડેનું, જુઓ ટ્રેલર


બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ દબંગ-3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાનના ચાહકો આ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે. ફરી એકવાર સલમાન ખાન ચુલબુલ પાંડેના ધમાકેદાર અંદાજમાં જોવા મળે છે. આ વખતે ચુલબુલ પાંડેના જીવવે પણ દર્શાવવામાં આવશે.

સલમાન ખાને પોતે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ટ્રેલર શૅર કર્યું છે. અને આ ટ્રેલર શૅર કરતાં તેણે લખ્યું છે, "પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય ફાળવીને પ્લીઝ દબંગ-3નું ટ્રેલર જુઓ." આ સિવાય સોનાક્ષી સિન્હાએ પણ આ ટ્રેલર શૅર કર્યું છે. સોનાક્ષીએ લખ્યું છે કે, "આવી ગયા છે ચુલબુલ પાંડે ફરી એકવાર તમારું મન જીતવા." જણાવીએ કે આ ફિલ્મમાં એકવાર ફરી સોનાક્ષી સિન્હા રજ્જોના પાત્રમાં જોવા મળશે.



ટ્રેલરની શરૂઆત સલમાન ખાનની સ્વેગવાળી એન્ટ્રી સાથે થાય છે. ટ્રેલરની શરૂઆતમાં દબંગ સ્ટાઇલ ડાયલૉગ છે. જેમાં ચુલબુલ પાંડે કહે છે કે, "એક હોતા હે પુલીસ વાલા, એક હોતા હૈ ગુંડા..... હમ કહેલાતે હૈ પુલીસવાલા ગુંડા" આ સિવાય ટ્રેલરમાં સલમાને અન્ય ઘણાં ડાયલૉગ્સ આપ્યા છે. જેમ કે "નારાઝગી ઇસ બાત કી નહીં હમેં કી તુમ હમારે ઘર મેં ઘુસે..... નારાઝગી ઇસ બાત કી હૈ કી તુમ હમારે ઘર મેં ઘુસે જબ હમ નહીં થે". "મારેંગે ભી હમ ઔર બચાએંગે ભી હમ."


આ ટ્રેલરમાં ચુલબુલ પાંડેના જીવનના પણ કેટલાક ભાગ બતાવવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક સસ્તા જોક્સ અને ફની સીન્સ પણ છે. સલમાન ખાન સિવાય ટ્રેલરમાં વિલનના પાત્રમાં સુદીપનો અવાજ દમદાર છે. આ ત્રણ મિનીટના ટ્રેલરમાં સોનાક્ષી સિન્હા અને સઇ માંજરેકર પણ જોવા મળે છે. સઇ ચુલબુલ પાંડેના જીવનનો ભાગ છે. આ વખતે હુડ દબંગ નહીં પણ ટ્રેક સૉન્ગ ચુલબુલ દબંગ છે.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

આ ફિલ્મ પ્રભુદેવાએ ડાયરેક્ટ કરી છે. પ્રભુદેવા આ પહેલા સલમાન ખાનને લઇને વૉન્ટેડ જેવી હિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ થવાની છે. સલમાનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારત પછી હવે દબંગ-3 દ્વારા સલમાન 20 ડિસેમ્બરના પડદા પર જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 07:18 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK