Dabangg 3 : નવા પોસ્ટરમાં સલમાન ખાને બતાવ્યા એબ્સ, 'ચુલબુલ પાંડે'ને 10 દિવસ બાકી

Published: Dec 10, 2019, 16:13 IST | Mumbai Desk

એક તરફ જ્યાં ફિલ્મના લીડ એક્ટર પ્રમોશનમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ચાહકો દબંગ 3ના નવા પોસ્ટરને જોઇને ક્રેઝી થઈ ગયા છે.

જેમ-જેમ દબંગ 3ની રિલીઝ ડેટ નજીક આવતી જાય છે, તેમ તેમ ચાહકો ફિલ્મને લઈને એક્સાઇટેડ થતા જાય છે. ચાહકો સલમાન ખાનને પડદા પર એકવાર ફરીથી ચુલબુલ પાંડે તરીકે જોવા મળે છે. એક તરફ જ્યાં ફિલ્મના લીડ એક્ટર પ્રમોશનમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ચાહકો દબંગ 3ના નવા પોસ્ટરને જોઇને ક્રેઝી થઈ ગયા છે.

સઇ માંજરેકરે શૅર કર્યું પોસ્ટર
દબંગ 3ની અભિનેત્રી સઇ માંજરેકરે ફિલ્મનું આ નવું પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટરમાં દબંગ 3ના ક્લાઇમેક્સના સીનની તસવીર છે, જેમાં સલમાન ખાન શર્ટલેસ થઈને પોતાના એબ્સ બતાવે છે. સઈ માંજરેકર દબંગ 3થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. સઈ માંજરેકર જાણીતાં એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકરની દીકરી છે.

ત્રણ અઠવાડિયામાં શૂટ થયું ક્લાઇમેક્સ સીન
દબંગ સીરિઝની આ ત્રીજી ફિલ્મમાં આપણે દક્ષિણ ભારતના સુપરસ્ટાર કિચ્ચા સુદીપને પણ જોઇ શકશું. સુદીપ દબંગ 3માં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. સઈએ ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં કૅપ્શન લખ્યું, અમે આ દાયકાની સૌથી મોટી અને સૌથી ખરાબ લડાઇ જોવા જઈ રહ્યા છીએ. પોસ્ટરમાં સલમાન ખાન સાથે કિચ્ચા સુદીપ પણ દેખાઇ રહ્યો છે. પોસ્ટર જોતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ દબંગ3ના ક્લાઇમેક્સનું સીન હશે. રિપોર્ટ પ્રમાણે ક્લાઇમેક્સ સીન ત્રણ અઠવાડિયામાં શૂટ થયું છે. આમાં ચુલબુલ પાંડે (સલમાન ખાન) બાલી (સુદીપ) સામે લડશે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

20 ડિસેમ્બરના રિલીઝ થશે ફિલ્મ
દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. તો ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાનની પણ મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ 20 ડિસેમ્બકના રિલીઝ થશે. દબંગ સીરિઝની પહેલી બન્ને ફિલ્મો દબંગ અને દબંગ 2 બૉક્સ ઑફિસ પર ખૂબ જ સફળ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK