Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્વૉરન્ટાઇન સમય દરમિયાન અનુષ્કાએ કર્યા વિરાટના હૅરકટ

ક્વૉરન્ટાઇન સમય દરમિયાન અનુષ્કાએ કર્યા વિરાટના હૅરકટ

28 March, 2020 11:45 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્વૉરન્ટાઇન સમય દરમિયાન અનુષ્કાએ કર્યા વિરાટના હૅરકટ

અનુષ્કાએ કર્યા વિરાટના હેરકટ

અનુષ્કાએ કર્યા વિરાટના હેરકટ


વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત બાદ 14 એપ્રિલ સુધી લૉકડાઉન છે. ત્યારે સેલિબ્રિટિઝ પોતાનો સમય ઘરમાં કેવી રીતે પસાર કરે છે તેના વીડિયોઝ શૅર કરીને પોતાના ચાહકોને એન્ટરટેઇન કરતાં રહે છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સેલેબના વર્કઆઉટ વીડિયોઝ ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા. ત્યારે અનુષ્કા શર્માએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો પોસ્ટની સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, "Meanwhile, in quarantine.. ??‍♂??‍♀"




આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે અનુષ્કાના હાથમાં કાતર છે આ કાતર વિશે વિરાટ કોહલી જણાવે છે કે ક્વૉરન્ટાઇન એક એવો સમય છે જેમાં તમે આવી બધી વસ્તુઓની પરવાનગી આપો છો કે રસોડાંની કાતરથી તમારું હેરકટ થાય. ત્યાર બાદ અનુષ્કા પોતાના વાળમાં આંગળા ફેરવીને છૂટા કરે છે. વિરાટ કહે છે કે શું તમે જોઇ શકો છો આ વાળમાં આવતો ગ્રેજ્યુઅલ ફેઇટ. દરમિયાન અનુષ્કા શર્મા કહે છે કે આ નવો લૂક જે મેં ક્રિએટ કર્યો છે. સરસ, ખૂબ જ સરસ કર્યું છે. આ મારી નવી હેરસ્ટાઇલ મારી પત્ની દ્વારા બનાવવામાં આવી છે. તેણે ખૂબ જ સરસ કામ કર્યું છે. અને વિરાટ કોહલીની બે તસવીરો વીડિયોના અંતમાં દેખાય છે. જેમાં બે જુદાં જુદાં લૂક જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 11:45 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK