કિચનના કામમાં વ્યસ્ત છે દીપિકા પાદુકોણ

Published: Mar 31, 2020, 15:02 IST | Agencies | New Delhi

દેશમાં લૉકડાઉનની સ્થિતિમાં દીપિકા પાદુકોણ કિચનના કામમાં બિઝી થઈ ગઈ છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

દેશમાં લૉકડાઉનની સ્થિતિમાં દીપિકા પાદુકોણ કિચનના કામમાં બિઝી થઈ ગઈ છે. તે દિવસ દરમ્યાનની વિવિધ ઍક્ટિવિટીઝને તેના ફેન્સ સાથે સતત શૅર કરી રહી છે. દીપિકા અને રણવીર સિંહ સાથે વર્કઆઉટ કરે છે તો ક્યારેક દીપિકા પિયાનો વગાડે છે. આવાં અનેક કામો કરીને બન્ને દરેક અપડેટ્સ પોતાના ફૅન્સને આપે છે. હાલમાં દીપિકાએ કિચનમાં રાખવામાં આવતાં તમામ અનાજ અને કઠોળની યાદી બનાવી છે જેથી જાણી શકાય કે કઈ ચીજવસ્તુ ક્યાં રાખી છે. આ તમામ લિસ્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘સીઝન 1 : એપિસોડ 6. તમને ખબર જ છે... તમે જ્યારે શ્યૉર ન હો તો... કોરોના વાઇરસની આ સ્થિતિમાં પ્રોડક્ટિવિટી કરી રહી છું.’

રણવીર સિંહ ૨૦ કલાક સૂતો હોવાથી તેની સાથે રહેવું સરળ છે : દીપિકા પાદુકોણ

મુંબઈ : લાગી રહ્યું છે. પોતાના રોજબરોજના કામ દરમ્યાન રણવીર સાથેના ડેઇલી રૂટીનને લઈને તાજેતરમાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું એટલું જરૂર કહીશ કે હાલની સ્થિતિમાં તેની સાથે રહેવું ખૂબ સરળ છે. તે લગભગ ૨૦ કલાક સુધી ઊંઘે છે. એને કારણે હું મારાં કામ સરળતાથી કરી શકું છું. તે જ્યારે જાગે છે ત્યારે ચાર કલાક અમે સાથે મળીને કાં તો ફિલ્મ જોઈએ છીએ, જમીએ છીએ અને એક્સરસાઇઝ કરીએ છીએ. વર્તમાનમાં તેની સાથે રહેવાનું હું એન્જૉય કરી રહી છું. તે કોઈ ડિમાન્ડ્સ નથી કરતો, કોઈ તકલીફ નથી આપતો. તેની સાથે રહેવું સહેલું છે. તે કિચનમાં પણ નથી જતો. હું વેસ્ટર્ન ફૂડમાં ઇટાલિયન અને કૉન્ટિનેન્ટલ ફૂડ સ્વાદિષ્ટ બનાવું છું. જોકે મને હંમેશાંથી કુકરથી ડર લાગે છે. મને ઇન્ડિયન ફૂડ બનાવતાં શીખવું છે. સાથે જ મારે ધાણા અને ફુદીનો તથા બેસન અને લોટમાં શું ફરક છે એ પણ જાણવું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK