Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coolie No 1માં ગોવિંદાના આ ગીત પર નાચતા દેખાશે વરુણ ધવન

Coolie No 1માં ગોવિંદાના આ ગીત પર નાચતા દેખાશે વરુણ ધવન

09 July, 2019 05:17 PM IST | મુંબઈ

Coolie No 1માં ગોવિંદાના આ ગીત પર નાચતા દેખાશે વરુણ ધવન

Coolie No 1માં ગોવિંદાના આ ગીત પર નાચતા દેખાશે વરુણ ધવન


ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કૂલી નં 1ની રિમેકનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને વરુણ ધવન દેખાશે. તાજેતરમાં જ માહિતી સામે આવી છે કે કુલી નંબર 1ની રિમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન ગોવિંદા અને કરિશ્મા કપૂરનું આઈકોનિક સોંગ રિક્રિએટ કરશે. આ ફિલ્મમાં 'મેં તો રસ્તે સે જા રહા થા' રિક્રિએટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને કરિશ્મા કપૂરનું આ સોંગ 90ના દાયકાા સૌથી ફેમસ ગીતોમાંનું એક છે. આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. કુલી નંબર 1ની રિમેકમાં આ ગીત ફરી રિક્રિએટ થવાની વાતથી ફેન્સ પણ એક્સાઈટેડ છે.



મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે,'મેં તો રસ્તે સે જા રહા થાનું નવું વર્ઝન તનિષ્ક બાગચી કમ્પોઝ કરસે. આ ગીતને રિમિક્સ ફ્લવેર આપવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે કુલી નંબર 1નું શૂટિંગ 5 ઓગસ્ટે બેંગકોકમાં શરૂ થવાનું છે.


ફિલ્મ વિશે વાત કરતા ડેવિડ ધવનનું કહેવું છે કે,'ફિલ્મને હિટ કરવામાં આ આઈકોનિક સોંગનું નવું વર્ઝન મહત્વની ભૂમિકા ભજવશે.' સાથ જ ડેવિડ ધવને કહ્યું કે,"અમારી ફિલ્મ માટે આ એક મહત્વનું ગીત છે. આ ગીત પહેલા જ લોકોને પસંદ આવી ચૂક્યુ છે. એટલે હું વરુણ અને સારા સાથે અલગ અંદાજમાં તેને રિક્રિએટ કરવા જઈ રહ્યો છું.'


આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો

ઉલ્લેખનીય છે કે ડેવિડ ધવને જ ગોવિંદા અને કરિશ્મા કપૂર સાતે 1995માં ઓરિજનલ ગીત શૂટ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 05:17 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK