Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બોસના લીધે કલર્સ ટીવીની TRP નંબર-વન રહી

બિગ બોસના લીધે કલર્સ ટીવીની TRP નંબર-વન રહી

03 February, 2020 04:49 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બિગ બોસના લીધે કલર્સ ટીવીની TRP નંબર-વન રહી

સલમાન ખાન

સલમાન ખાન


ટીઆરપીની રેસમાં વધુ એક વખત કલર્સ ચૅનલ આગળ નીકળીને નંબર-વન રહી અને માત્ર એટલું જ નહીં, સૌથી નજીકની હરીફ એવી સ્ટાર પ્લસથી ઑલમોસ્ટ ૨૦ ટકા આગળ નીકળી ગઈ. આ બધાનો જશ સલમાન ખાન જેને હોસ્ટ કરે છે એ ‘બિગ બૉસ’ને જાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી કલર્સને ઉપર લાવવા માટે જબરદસ્ત ધમપછાડા કરવામાં આવતા હતા, પણ ચૅનલ બીજા અને ત્રીજા નંબર પર રહેતી હતી, પરંતુ ગયા વર્ષે શરૂ થયેલા રિયલિટી શો ‘બિગ બૉસ’ને લીધ કલર્સની ટીઆરપી રાજાની કુંવરીની જેમ દિન દોગુના, રાત ચૌગુના વધવા માંડી.

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલના તાજેતરના આંકડા મુજબ કલર્સની ટીઆરપી પ,૧૯,૮૭પની રહી છે, તો બીજા નંબરે રહેલા સ્ટાર પ્લસની ટીઆરપી ૪,૩૨,૭૯૬ રહી છે. જોવાનું એ છે કે ફેબ્રુઆરીમાં ‘બિગ બૉસ’નું પૅકઅપ થાય ત્યારે કલર્સ આ ટીઆરપી મેઇન્ટેન કરી શકે છે કે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 04:49 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK