ચોક્ડ :પૈસા બોલતા હૈનું હૅપી એન્ડિંગ જોઈને શૉક લાગ્યો વિકી કૌશલને

Published: Jun 06, 2020, 20:58 IST | Agencies | Mumbai Desk

એક આઈનો દેખાડવામાં આવ્યો હતો. લોકોને એમાંથી લાભ મળ્યો હતો અને સાથે જ ઊથલપાથલ પણ દેખાડવામાં આવી છે. એક શાનદાર સીન એ પણ હતો જ્યારે એક વૃદ્ધ મહિલા કૅશ કાઉન્ટર પર આવે છે જ્યાં સૈયામી કામ કરતી હોય છે.

વિકી કૌશલ
વિકી કૌશલ

અનુરાગ કશ્યપની ‘ચોક્ડ : પૈસા બોલતા હૈ’નું હૅપી એન્ડિંગ જોઈને વિકી કૌશલ ચોંકી ગયો છે. તેનું એમ કહેવું છે કે આ ફિલ્મમાં અનુરાગે પોતાના પર્સનલ પૉલિટિક્સને ઉમેર્યું નથી. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે બૅન્કની એક કૅશિયર સરિતા પિલ્લોઇનું પાત્ર ભજવતી સૈયામી ખેરના કિચનમાંથી દરરોજ રાતે પૈસા નીકળે છે. ગઈ કાલે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં રોશન મૅથ્યુ, અમૃતા સુભાષ અને રાજશ્રી દેશપાંડે પણ અગત્યના રોલમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મ વિશે વિકીએ કહ્યું હતું કે ‘અમૃતા સુભાષની એક વાત મને ખૂબ ગમી કે હું ધારી નહોતો શકતો કે તે મારી પર શું ફેંકવાની છે. ડિમૉનેટાઇઝેશનને લઈને તેનું જે રીઍક્શન હતું એ અદ્ભુત હતું. મને નથી લાગતું કે એવું રીઍક્શન જોઈને મને ‘સદમા’ જેવો અનુભવ થયો હોય. સાથે જ એક મહત્ત્વની બાબત એ પણ છે કે એમાં રાજકારણનો દૃષ્ટિકોણ ઉમેરવામાં નથી આવ્યો. ફિલ્મના કૅરૅક્ટરમાં પણ પર્સનલ પૉલિટિક્સનો સમાવેશ નથી કરવામાં આવ્યોઊ. એક આઈનો દેખાડવામાં આવ્યો હતો. લોકોને એમાંથી લાભ મળ્યો હતો અને સાથે જ ઊથલપાથલ પણ દેખાડવામાં આવી છે. એક શાનદાર સીન એ પણ હતો જ્યારે એક વૃદ્ધ મહિલા કૅશ કાઉન્ટર પર આવે છે જ્યાં સૈયામી કામ કરતી હોય છે. એ વૃદ્ધ મહિલા આપણા સૌનું પ્રતિનિધિત્વ કરતી દેખાઈ હતી. ટીવી પર સમાચાર જોવા અને મદદની જરૂર પડવી એ બધું જ એકસમાન હતું. ફિલ્મમાં મને આ ખૂબ ગમ્યું હતું. સૌથી વધુ ચોંકાવનારું તો એ હતું કે ફિલ્મ જ્યારે પૂરી થઈ અને મારા ચહેરા પર સ્માઇલ હતી. હું શૉક્ડ થઈ ગયો હતો કે અનુરાગ કશ્યપની ફિલ્મનું હૅપી એન્ડિંગ કેવી રીતે થયું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK