Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બોલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટીવ, લખનઉમાં કરી પાર્ટી

બોલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટીવ, લખનઉમાં કરી પાર્ટી

20 March, 2020 04:03 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બોલીવુડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટીવ, લખનઉમાં કરી પાર્ટી

કનિકા કપૂર

કનિકા કપૂર


દેશમાં જ્યાં કોરોનાના આતંકને કારણે ભયનો માહોલ છે ત્યારે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ જવાબદાર નાગરિક બને. ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં વ્યાપી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશ સરકારની સાથે લોકોના પણ અનેક પ્રયત્નો છતાં તેમની સંખ્યા વધીને હવે સ્ટેજ થ્રી તરફ અગ્રેસર છે. તેમ છતાં લોકો લાપરવાહી વર્તી રહ્યા છે. બોલીવુડ સિંગર કનિકા કપૂરની લાપરવાહીને કારણે લખનઉની મોટી જનસંખ્યા કોરોનાના સંકટમાં છે.

કનિકા કપૂર સાથે લખનઉમાં ચાર લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ગઈ છે. જાણીતી બોલીવુડ ગાયિકા કનિકા કપૂર 15 માર્ચના લંડનથી આવ્યા પછી અનેક વિસ્તારોમાં જઇ આવી છે. લખનઉમાં પૉશ એરિયા મહાનગરના શાલીમાર ગેલેન્ટમાં રહેનારી સિંગર કનિકા કપૂર કોરોના પૉઝિટીવ છે. તેને કિંગ જૉર્જ મેડિકલ યૂનિવર્સિટીમાં અન્ય ત્રણ લોકો સાથે દાખલ કરાવવામાં આવી, ત્યારે પછી સંજય ગાંધી પીજીઆઇ મોકલવામાં આવી છે.



 
 
 
View this post on Instagram

Hello everyone, For the past 4 days I have had signs of flu, I got myself tested and it came positive for Covid-19. My family and I are in complete quarantine now and following medical advice on how to move forward. Contact mapping of people I have been in touch with is underway aswell. I was scanned at the airport as per normal procedure 10days ago when I came back home, the symptoms have developed only 4 days ago. At this stage I would like to urge you all to practice self isolation and get tested if you have the signs. I am feeling ok, like a normal flu and a mild fever, however we need to be sensible citizens at this time and think of all around us. We can get through this without panic only if we listen to the experts and our local, state and central government directives. Wishing everyone good health. Jai Hind ! Take care, KK

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) onMar 20, 2020 at 1:22am PDT


41 વર્ષીય સિંગર કેટલાક સમય માટે લંડન ગઇ હતી અને 15 માર્ચના લખનઉ પાછી આવી. તેણે અધિકારીઓને આ વાતની માહિતી આપવાનો સંકોચ કર્યો. લખનઉ પહોંચ્યા બાદ કનિકાએ પોતાના મિત્રો અને પરિવાર માટે એક ફાઇવસ્ટાર હોટેલમાં એક ભવ્ય પાર્ટી પણ રાખી હતી. રિપોર્ટ પ્રમાણે આમાં કેટલાય બ્યૂરોકેટ, રાજનેતા અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ સામેલ થયા હતા.


Kanika Kapoor

મુશ્કેલીમાં છે લખનઉની મોટી જનસંખ્યા
કોરોના પૉઝિટીવ બોલીવુડની જાણીતી સિંગરે લખનઉની મોટી જનસંખ્યાને સંકટમાં નાખી દીધી છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ પાછી આવી અને એરપોર્ટ પર વૉશરૂમમાં છૂપાઇને નીકળી ગઇ. જો કે, તેના પિતાનો દાવો છે કે લખનઉ ઍરપોર્ટ પર પ્રૉપર સ્કેનિંગ કરાવીને બહાર આવી હતી. ત્યાર પછી લખનઉની નામી સિતારા હોટેલમાં 100થી વધારે લોકોને પાર્ટી આપી. આજે તેની તપાસ થઈ તો તે કોરોના પૉઝિટીવ છે. પાર્ટીમાં શહેરના તમામ ઑફિસર્સની સાથે હાઇ પ્રૉફાઇલ લોકો સામેલ હતા. ગેલેન્ટ અપાર્ટમેન્ટના લોકોએ ડૉક્ટરોને સૂચના આપીને બધી માહિતી આપી.

ઉલ્લેખનીય છે કે કનિકા એક વિશાળ એપાર્ટમેન્ટમાં રહે છે. સમાચાર એજન્સી આઇએએનએસની રિપોર્ટ પ્રમાણે, ડૉક્ટર્સને હવે સમજાતું નથી કે કેવી રીતે આખી બિલ્ડિંગના અને પાર્ટીમાં સામેલ મહેમાનોનું ટેસ્ટ કરે. સમાચાર એજન્સી એએનઆઅ કનિકાના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે કનિકા તે ચાર લોકોમાંની એક છે જે આજે ઉત્તરપ્રદેશમાં પૉઝિટીવ આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 04:03 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK