Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: કનિકા કપૂર અંતે ઘર ભેગી, હૉસ્પિટલમાંથી મળી રજા

Coronavirus: કનિકા કપૂર અંતે ઘર ભેગી, હૉસ્પિટલમાંથી મળી રજા

06 April, 2020 12:59 PM IST | Lucknow
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: કનિકા કપૂર અંતે ઘર ભેગી, હૉસ્પિટલમાંથી મળી રજા

કનિકા કપૂર.

કનિકા કપૂર.


કનિકા કપૂર જે કોરોનાવાઇરસનો ભોગ બની હતી તેને અંતે રજા મળી ગઇ છે અને તેને ઘરે મોકલવામાં આવી છે જો કે તે હાલમાં કોઇને મળી નહીં શકે. હજી 14 દિવસ સુધી આ સિંગર એક્ટરે ક્વોરેન્ટિન કરીને જ ઘરમાં રહેવું પડશે. તે કોરોનાના જોખમી તબક્કાની બહાર છે. કનિકા કપૂરનાં ટેસ્ટ કોઇપણ અન્ય કોરોનાવાઇરસ પૉઝિટીવ દર્દીની માફક 48 કલાકે કરવામાં આવતા હતા. શરૂઆતમાં તો ટેસ્ટ પૉઝિટીવ આવ્યા કરતા હતા અને પાંચમો ટેસ્ટ પૉઝિટીવ આવતા લોકોને ભારે ચિંતા થઇ હતી. કનિકાએ ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી જો કે અંતે તેની તબિયત સુધરતા અને સળંગ બીજો ટેસ્ટ નેગેટિવ આવતા તેને હૉસ્પિટલમાંથી રજા અપાઇ હતી. કોરોના પૉઝિટીવનો ભોગ બનનારી કનિકા બૉલીવુડની પહેલી સેલેબ છે જે આ વાઇરસની ઝપેટમાં આવી ગઇ હતી. જો કે કનિકાને ઘરે પહોંચીને શાંતિ નહીં હોય કારણકે તેની સામે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવાની ફરિયાદ નોંધાઇ છે અને અવગણના કરીને લોકો સાથે પાર્ટી કરી હોવાની બેદરકારી પણ આ ફરિયાદનો હિસ્સો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2020 12:59 PM IST | Lucknow | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK