આલિયા ભટ્ટે સડક 2નું પોસ્ટર શેર કર્યું અને નેટિઝન્સ દ્વારા થઇ ટ્રોલ

Published: Jun 30, 2020, 15:29 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

OTT પ્લેટફોર્મ ડિઝની હૉટસ્ટાર પર સડક 2 રીલીઝ થવાની છે. આલિયા ભટ્ટે આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યુ અને લોકોએ તરત જ તેને ટ્રોલ કરી હતી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

મહેશ ભટ્ટે તેમની ડિરેક્ટોરિયલ કમબેક સડક 2 ફિલ્મનું પહેલું ટીઝર પોસ્ટર રીલિઝ કર્યું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝની હૉટસ્ટાર પર રીલીઝ થવાની છે. આલિયા ભટ્ટે આ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યુ અને લોકોએ તરત જ તેને ટ્રોલ કરી હતી.

આલિયાએ આ પોસ્ટ શેર કરી હતી.

આ તરફ સુશાંત સિંહની આત્મહત્યા બાદ નેપોટિઝમની ચર્ચા અટકી નથી રહી ત્યારે આલિયાને નેટિઝન્સે ટાર્ગેટ કરી હતી. આલિયા ભટ્ટ અને કરણ જોહરનાં તો ફોલોઅર્સ પણ ઘટી ગયા છે.

આલિયા ભટ્ટની પોસ્ટને લઇને નેટિઝન્સે ખુબ ગુસ્સો અને ધિક્કાર વ્યક્ત કર્યો હતો. નેટિઝન્સે લખ્યું કે મહેશ ભટ્ટને કારણે જ સુશાંત માનસિક રીતે અસ્થિર થયો હતો અને આપણે પણ સડક 2નો બૉયકોટ કરવો જોઇએ. એક સોશ્યલ મીડિયા યુઝરે તો એવી કોમેન્ટ કરી કે, “મહેશ ભટ્ટે તો 26/11ના હુમલાને RSSનું ષડયંત્ર ગણાવ્યું હતું અને તેના પોતાના દીકરાએ જ આતંકવાદીઓને આ જગ્યાઓ પારખવામાં મદદ કરી હતી. પોતાની દીકરી કરતા પણ નાની હોય તેવી યુવતી સાથે તેને સંબંધ છે અને તે બહુ નીમ્ન સ્તરની વ્યક્તિ છે, તે જેલમાં શા માટે નથી?”આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર તો પોતાની પોસ્ટ પર કરાતી લિમીટ્સ પર મર્યાદા મુકી દીધી હતી એટલે વધુ લોકોએ તેને ઇન્સ્ટાગ્રામ પર ટાર્ગેટ નહોતી કરી. અન્ય યુઝરે એવી ટિપ્પણી કરી કે, “તમે કોઇની જિંદગી પર પુર્ણવિરામ મુકો ત્યારે તમે તમારો પોતાનો અંત પણ જલદી જ લાવી દેશો. અમને કોઇ રસ નથી આમાં, ગેટ લોસ્ટ.” અમુક યુઝર્સે તો દિલ બેચારા અને સડક 2માંથી કઇ ફિલ્મ જોવાનું પસંદ કરશો એવા પોલ્સ પણ મુક્યા હતા. આલિયા સાથે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર જોવા મળશે અને તે પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂરનો નાનો ભાઇ છે અને તેણે જ્યારે આ ફિલ્મનું પોસ્ટર પોતાની પોસ્ટ તરીકે મુક્યું ત્યારે તેને પણ બહુ ટ્રોલ કરાયો. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “સોરી બ્રો, આમાં તો આલિયા ભટ્ટ એક્ટિંગ કરે છે અમે નહીં જોઇએ.”સડક 2 સાથે મહેશ ભટ્ટ વીસ વર્ષ બાદ ફરી ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે, જેને તેમના ભાઇ મુકેશ ભટ્ટે પ્રોડ્યૂસ કરી છે, અને તે ડિઝની હોટસ્ટાર પર પ્રિમીયર થવાની છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK