જબરદસ્ત વાઈરલ થયું યશની 'KGF 2નું ટીઝર, કલાકમાં 2 લાખથી વધારે લોકોએ જોયું

Published: 8th January, 2021 11:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કન્નડ સુપરસ્ટાર યશના ફૅન્સને 7 જાન્યુઆરીની રાત્રે તે સમયે એટલી મોટી સરપ્રાઈઝ મળી, જ્યારે નક્કી કરાયેલા સમય પહેલા જ યશની અપકમિંગ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 (KGF 2)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું

'KGF 2નું ટીઝર રિલીઝ.. તસવીર સૌજન્ય - જાગરણ
'KGF 2નું ટીઝર રિલીઝ.. તસવીર સૌજન્ય - જાગરણ

કન્નડ સુપરસ્ટાર યશના ફૅન્સને 7 જાન્યુઆરીની રાત્રે તે સમયે એટલી મોટી સરપ્રાઈઝ મળી, જ્યારે નક્કી કરાયેલા સમય પહેલા જ યશની અપકમિંગ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 (KGF 2)નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. પહેલા ફિલ્મનું ટીઝર આજે એટલે યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થવાનું હતું. પરંતુ ફૅન્સની ઉત્તેજનાને ધ્યાનમાં રાખતા મેકર્સે તેને એક દિવસ પહેલા જ રિલીઝ કરી દીધું હતું.

ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગયું છે. ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સુધી દરેક જગ્યાએ KGF 2નું ટીઝર છવાયેલું છે. લોકો ટીઝર રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, પણ એક દિવસ પહેલા જ એટલે 7 જાન્યુઆરીએ રિલીઝ થયેલા ટીઝરને અત્યાર સુધી (સમાચાર લખે ત્યા સુધી) ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડમાં સામેલ છે. એટલું જ નહીં યુ-ટ્યૂબની વાત કરીએ તો યુ-ટ્યૂબ પર વીડિયોના વ્યૂઝ મિનિટના હિસાબથી વધી રહ્યા છે.

યશનો ક્રેઝ લોકોમાં કંઈક એવો છે કે ટીઝરને અત્યાર સુધી 1 કરોડ 82 લાખ 58 હજાર (18,258,244)થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. (સમાચાર લખાય ત્યાં સુધી) અને આ વ્યૂઝની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

KGF 2 વર્ષ 2018માં રિલીઝ થયેલી કેજીએફ ચેપ્ટર 1નો બીજો પાર્ટ છે. કેજીએફ 1એ થિયેટરોમાં રેકોર્ડ તોડીને પર્ફોર્મન્સ આપી હતી, આ ફિલ્મને જોયા બાદ લોકો યશના દીવાના થઈ ગયા. હવે આ વર્ષે કેજીએફ 2ને રિલીઝ કરવામાં આવશે, જેને લઈે પણ ફૅન્સ વચ્ચે જબરદસ્ત ક્રેઝ છે. કેજીએફ 2ને વધુ શક્તિશાળી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણેકે આ વખતે યશની સાથે સ્ક્રીન પર બૉલીવુડના ખલનાયક સંજય દત્ત અને એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે. ફિલ્મમાં સંજય દત્ત 'અધીરા'નો રોલ ભજવશે, તેમ જ રવીના ટંડન એક પૉલીટીશિયન બનશે. હાલ ફિલ્મની રિલીઝ ડેટ હાલમાં જાહેર કરવામાં આવી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK