Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુ યૉર્કમાં કરણ જોહરે કરી રિશી કપૂર અને નીતુ કપૂર સાથે મુલાકાત

ન્યુ યૉર્કમાં કરણ જોહરે કરી રિશી કપૂર અને નીતુ કપૂર સાથે મુલાકાત

25 May, 2019 11:44 AM IST |

ન્યુ યૉર્કમાં કરણ જોહરે કરી રિશી કપૂર અને નીતુ કપૂર સાથે મુલાકાત

કરણ જોહર રિશી અને નીતુ કપૂર સાથે

કરણ જોહર રિશી અને નીતુ કપૂર સાથે


કરણ જોહર માટે રિશી કપૂર અને નીતુ કપૂર તેનું ફૅવરિટ કપલ છે. કરણ જોહર હાલમાં જ ન્યુ યૉર્કમાં રિશી કપૂર અને નીતુ કપૂરને મળવા પહોંચ્યો હતો. રિશી કપૂર અહીં છેલ્લા કેટલાક મહિનાઓથી કૅન્સરની સારવાર લઈ રહ્યા છે. તેઓ હાલ કૅન્સર- ફ્રી થઈ ચૂક્યા છે અને જલદી જ ઘરે પાછા ફરે એવી શક્યતા છે. કરણે તેમની સાથે કરેલી મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટોમાં કરણ જોહર, રિશી કપૂર અને નીતુ કપૂર જોવા મળી રહ્યાં છે.

ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે  કૅપ્શન આપી હતી કે ‘ઇન્ડિયન સિનેમાનું મારું ખૂબ જ ફેવરિટ કપલ. હું તેમને પ્રેમ કરતાં મોટો થયો. જાણીને ખૂબ ગર્વ અનુભવું છું કે તેઓ સ્ટ્રૉન્ગ, મુશ્કેલ સમયમાંથી જલદી બહાર આવવાનો  અને સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. નીતુજી અને ચિન્ટુજી અદ્ભુત છે. તેમનામાં અપાર પ્રેમ સમાયેલો છે. તમારી એનર્જી માટે થૅન્ક યુ. લવ યુ.’



આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર નીતુ કપૂરે પણ શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘તેણે એકદમ ટાઇટ હગ અને લાંબી કિસ આપીને કહ્યું હતું કે આમાંનો અડધો પ્રેમ મૉમ હીરુ તરફથી છે. ક્યારેક સીધાસાદા શબ્દો પણ ખૂબ જ અમૂલ્ય હોય છે. તેને ભરપૂર પ્રેમ.’a


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2019 11:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK