બૉલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન સિવાય તેના પરિવાર અને ફૅન્સ માટે સારા સમાચાર છે. અભિનેત્રી બીજી વાર માતા બની ગઈ છે. કરીના કપૂર ખાને દીકરાને જન્મ આપ્યો છે. પોતાની પ્રેગ્નેન્સીને લઈને સતત ચર્ચામાં રહી હતી. તાજેતરમાં જ કરીના કપૂર ખાનને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર અનુસાર કરીના કપૂર ખાને રવિવારે (21 ફેબ્રુઆરી)ના રોજ દીકરાને જન્મ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે કરીના કપૂર ખાન અને તેના પતિ અભિનેતા સૈફ અલી ખાનને ગયા વર્ષે ઑગસ્ટમાં એક નિવેદન જાહેર કર્યું હતુ કે કરીના ફરીથી પ્રેગ્નન્ટ છે. કરીનાની ડિલિવરીની તારીખ 15 ફેબ્રુઆરી હતી, જે તેમના પિતા રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહીં હતી, ત્યાર બાદથી જ ફૅન્સ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા.
પોતાની પ્રેગ્નેન્સી પીરિયડ દરમિયાન કરીના ઘણી એક્ટિવ રહી હતી. તે સતત શારિરીક રીતે પણ સક્રિય છે અને તેને ઘણી ફરતી જોવા મળી હતી. તેમ જ કરીના ઘણા અપડેટ્સ સોશિયલ મીડિયા દ્વારા પણ આપતી રહે છે. તેમણે હાલમાં જ તે ગિફ્ટ્સની ઝલક પણ બતાડી હતી, જે નાનકડા મહેમાનના સ્વાગત માટે મિત્રોએ મોકલ્યા છે.
કરીના સાંજે ઈન્સ્ટા સ્ટોરીમાં ગિફ્ટસની બે તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં બાળકના કપડા અને ફૂલની કલગી જોવા મળી હતી. એક ગિફ્ટ પર લખ્યું હતું - મૉમી ટૂ બી. આ ભેટો બદલ કરીનાએ તેમનો આભાર પણ માન્યો. આ પહેલા કરીનાએ ઇન્સ્ટા સ્ટોરી દ્વારા દિયા મિર્ઝા અને વૈભવ રેખીને તેમના લગ્ન બદલ અભિનંદન આપ્યા હતા. તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂરનો આ બીજો પુત્ર છે. આની પહેલા કરીનાએ દીકરા તૈમૂરને 2016માં જન્મ આપ્યો હતો. તૈમૂર અત્યારથી જ ઘણા સમાચારોમાં રહે છે. હંમેશા તેના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે.
તેમ જ સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યા છે. તેમની પહેલા લગ્ન અમ્રિતા સિંહ સાથે થયા હતા, જે સારા અલી ખાન અને દીકરો ઈબ્રાહિમ અલી ખાન છે. કરીનાએ પોતાની પ્રેગ્નેન્સી ટાઈમનો ખૂબ જ આનંદ માણ્યો હતો અને ઘણી સક્રિય રહી હતી. પહેલા પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીનાને પોતાને વ્યસ્ત રાખી હતી. કરીના હવે આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં નજર આવશે, જે આ વર્ષે રિલીઝ થઈ શકે છે. પ્રેગ્નન્સીની શરૂઆતમાં ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ કરિનાએ કર્યું હતું.
Total Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTદીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન
24th February, 2021 11:08 ISTKareena Kapoorને મળી હોસ્પિટલમાંથી રજા, દીકરાની પહેલી ઝલક આવી સામે
23rd February, 2021 15:04 ISTTotal Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર કોનો વેલેન્ટાઇન છે
15th February, 2021 11:31 IST