કોરોના વાઈરસનો રોગચાળો ભારતમાં પહેલાની તુલનામાં ભલે ઓછા થઈ ગયા હોય, પરંતુ એને લઈને જોખમ અત્યાર સુધી વધી રહ્યું છે. આ ખતરનાક રોગચાળાએ સામાન્યથી લઈને વિશેષ સુધી લાખો લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. તેમાં ફિલ્મી સ્ટાર્સ પણ સામેલ છે. હવે બૉલીવુડ એક્ટર રણવીર શૌરીને પણ કોરોના વાઈરસનો ચેપ લાગી ગયો છે.
I have tested positive for #COVID19. Symptoms are mild. Am quarantining.
— Ranvir Shorey (@RanvirShorey) February 17, 2021
કોરોના વાઈરસથી સંક્રમિત થયાની જાણકારી પોતે રણવીર શૌરીએ આપી છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર કોરોના વાઈરસથી સંક્રમિત હોવાના અહેવાલ આપ્યા છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે તેણે પોતાની જાતને ક્વૉરન્ટીન કરી લીધો છે. રણવીર શૌરીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે, 'હું કોવિડ 19 પૉઝિટિવ મળી આવ્યો છું. લક્ષણ માઈલ્ડ છે. હું ક્વૉરન્ટીન છું. સોશિયલ મીડિયા પર રણવીર શૌરીનું આ ટ્વિટ વાઈરલ થઈ રહ્યું છે.'
અભિનેતાના ઘણા ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના સાજા થવાની કામના કરી રહ્યા છે. આ પહેલા રણવીર શૌરી ખેડૂત આંદોલન પર પ્રતિકિયા આપવાને કારણે ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મો ઉપરાંત સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ બોલવાના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. થોડા દિવસ પહેલા રણવીર શૌરી ખેડૂત આંદોલનને લઈને રિહાના અને ગ્રેટા થનબર્ગ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ખેડૂત આંદોલનને લઈને ગ્રેટા થનબર્ગ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને લઈને ગુસ્સે થયા હતા. તેમણે મોદીના વિરોધીઓને કડક સંદેશ પણ આપ્યો હતો. રણવીર શૌરી ખેડૂત આંદોલનને લઈને સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય તેઓ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રીતે પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધીઓને પણ જવાબ આપી રહ્યા છે.
કોરોના નેગેટિવ થતાં સૌનો આભાર માન્યો રણવીર શૌરીએ
26th February, 2021 13:46 ISTરણવીર શૌરી કોરોના થવા માટે પોતાને જવાબદાર ગણે છે
23rd February, 2021 11:41 ISTTotal Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ, રણવીર શૌરી કોરોના પૉઝિટિવ
18th February, 2021 13:09 ISTએસ. એસ. રાજામૌલી અને કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ રાખ્યુ છે મુંબઈકર
3rd January, 2021 17:25 IST